સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
                    
                    
                        
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 78.02 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 6.02 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે અને હજુ 33 લાખથી વધુ ડોઝ આપવાના બાકી છે 
                    
                
                
                    Posted On:
                18 SEP 2021 1:16PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.
 
	
		
			| રસીના ડોઝ | (18 સપ્ટેમ્બર, 2021 સુધી) | 
		
			| પુરવઠો | 78,02,17,775 | 
		
			| આપવાના બાકી | 33,08,560 | 
		
			| બાકી ઉપલબ્ધ | 6,02,70,245 | 
	
 
ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 78.02 કરોડ (78,02,17,775) થી વધુ રસી પૂરી પાડી છે અને બીજા 33 લાખ (33,08,560) ડોઝ હજુ ઉપલબ્ધ છે.
હાલમાં, કોવિડ-19 રસીના 6.02 કરોડ (6,02,70,245) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.
SD/GP/BT
                
                
                
                
                
                (Release ID: 1756011)
                Visitor Counter : 249