નાણા મંત્રાલય

લંબાયેલી લોન અસ્કયામતો મેળવવા માટે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ દ્વારા જારી કરાયેલી સુરક્ષા રસીદોને સમર્થન આપવાની કેન્દ્ર સરકારની ગેરંટીને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી.


કેન્દ્રીય બજેટ 2021-22માં એઆરસીની જાહેરાત કરાઈ હતી

રિઝર્વ બેંકના નિયમોની આધીન રહીને અંદાજે બે લાખ કરોડ રૂપિયાની અસ્કયામતોને તબક્કાવાર પરત મેળવવા માટે NARCLએ દરખાસ્ત કરી હતી

Posted On: 15 SEP 2021 4:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે લંબાયેલી લોન અસ્કમાયતો માટે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) દ્વારા જારી કરાયેલી બેક સુરક્ષા રશીદો (SR)ને રૂ. 30,600 કરોડની કેન્દ્ર સરકારની ગેરંટીને મંજૂરી આપી છે. 2021-22ના નાણાકીય વર્ષના બજેટમાં થયેલી જાહેરાતને પગલે નિર્ણય લેવાયો છે.

નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) દ્વારા જારી કરાયેલી બેક રશીદ (SR)ને ભારત સરકારની સાર્વભૌમ ગેરંટી દ્વારા સમર્થન આપવામાં આવશે. ભારત સરકારની ગેરંટી રૂ. 30,600 કરોડની રહેશે અને તે પાંચ વર્ષ સુધી માન્યતા ધરાવશે. SRની ફેસ વેલ્યૂ અને રિઝોલ્યુશન / લિક્વિડેશન પર વાસ્તવિક અનુભૂતિ વચ્ચેની ખામીને પહોંચી વળવા માટે NARCL દ્વારા ભારત સરકારની ગેરંટી માટે વિનંતી કરી શકાય છે. NARCL માટે વાર્ષિક ગેરંટી ફી ભરવા માટે જવાબદાર રહેશે.


લાભાલાભોઃ

એનએઆરસીએલ - આઈડીએમસીએલ માળખું હાલમાં વિવિધ ધિરાણકર્તાઓમાં વિભાજિત દેવાને એકત્રિત કરવામાં મદદ કરશે. તે જ્યાં લાગુ પડશે ત્યાં ઝડપી પ્રક્રિયા થશે અને આઈબીસી પ્રક્રિયાઓ દ્વારા એક સ્થળે નિર્ણય લેવાની પ્રક્રિયા થશે. જે તનાવગ્રસ્ત અસ્કયામતોને ઉકેલવા માટે ઝડપી કાર્યવાહીને પ્રોત્સાહન આપશે. આમ થતાં વધુ સારું મૂલ્ય મેળવવામાં પણ મદદ મળશે. ઇન્ડિયા ડેટ રિઝોલ્યૂશન કંપની લિમિટેડ મૂલ્ય વર્ધન માટે બજારની નિપુણતાને સામેલ કરશે. દ્રષ્ટિકોણથી બેંકના કર્મચારીઓ વેપાર વધારવા અને ઋણ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે. નાણાકીય રીતે તંગ અસ્કયામતો અને સિક્યોરિટી રિસિપ્ટ્સના ધારકો તરીકે બેંકોને લાભ પ્રાપ્ત થશે. સિક્યોરિટી રિસિપ્ટ્સ (સુરક્ષા રશીદો) વેપાર યોગ્ય હોવાને કારણે ભારત સરકારની ગેરંટી એસઆરની તરલતાને પણ વધારશે.

પૃષ્ઠભૂમિઃ

સરકારની રેકગ્નાઇઝેશન (માન્યતા), રિઝોલ્યુશન (પ્રસ્તાવ), રિકેપિટલાઇઝેશન (પુન:પૂંજીકરણ) અને રિફોર્મ (સુધારા) એમ ચાર R વ્યૂહરચનાથી જાહેર ક્ષેત્રોની બેંકોની કામગીરીમાં પરિવર્તન આવ્યું હતું. જૂના એનપીએને ધ્યાનમાં રાખીને બેંકો સામાન્ય રીતે તેમના નફાના એક ભાગને બેડ લોન વિરુદ્ધની એક જોગવાઈ  તરીકે એક તરફ રાખે છે, જેનાથી ઝડપી ઉકેલ માટે વધારાના પગલાં લેવા માટેની તક મળે છે. સરકારના લક્ષ્યને અનુરૂપ વર્ષ 2021-22 માટેના કેન્દ્રીય બજેટમાં અત્યારની નાણાકીય રીતે તંગી અનુભવતી અસ્કયામતોને સંગઠીત અને એકત્રિત કરવાનો અને ત્યાર બાદ તેના સંચાલન તેમજ મૂલ્ય પ્રાપ્તિ માટે ખરીદકર્તાઓ માટે નિકાલ કરવા માટે એસેટ મેનેજમેન્ટ કંપની એએમસીની સાથે મળીને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (એઆરસી)ની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.

બસ ત્યારથી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL) અને ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડ (RDRCL)ની બેંકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે. એનએઆરસીએલે રિઝર્વ બેંકના અત્યારના નિયંત્રણોને અનુરૂપ તબક્કાવાર લગભગ બે લાખ કરોડ રૂપિયાની નાણાકીય તંગી અનુભવતી અસ્કયામતોને હાંસલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો હેતૂ 15 ટકા રોકડ અને 85 ટકા સિક્યોરિટી રિસિપ્ટ્સ (એસઆર) દ્વારા મેળવવાનો છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1755928) Visitor Counter : 215


Read this release in: English , Hindi , Telugu