માહિતી અને પ્રસારણ મંત્રાલય

અમદાવાદના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા હિન્દી પખવાડા અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 14 SEP 2021 12:40PM by PIB Ahmedabad

દેશની ભાષા તેની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે. હિન્દી એક અદ્યતન, સમૃદ્ધ અને વૈજ્ઞાાનિક ભાષા છે. કોઈપણ લોકશાહી દેશમાં પારદર્શિતા વધારવા માટે, માત્ર જાહેર ભાષા જ લોકો અને સરકાર વચ્ચે સંચાર ભાષા તરીકે અર્થપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. હિન્દીની આ વિશેષતા અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, ભારતની બંધારણ સભાએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી અને તેથી જ આપણે આ દિવસને "હિન્દી દિવસ" તરીકે ઉજવીએ છીએ.

આપણે દર વર્ષે સપ્ટેમ્બર મહિના દરમિયાન ઉજવવામાં આવતા હિન્દી પખવાડા દરમિયાન આયોજિત વિવિધ હિન્દી સ્પર્ધાઓમાં મહત્તમ સંખ્યામાં ભાગ લઈને હિન્દીમાં કામ કરવાનો આપણો ખચકાટ દૂર કરવો જોઈએ અને નિયમિત હિન્દીમાં આપણું સત્તાવાર કાર્ય કરવાની પહેલ કરવી જોઈએ.

આ ઉદ્દેશ્ય હેઠળ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારની અમદાવાદ કચેરી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, લોક સંપર્ક બ્યૂરો, પ્રકાશન વિભાગના ગુજરાત રીજનના એડીશનલ ડાયરેક્ટર જનરલ, ડૉ. ધીરજ કાકડિયાએ તમામ અધિકારી ગણ અને કર્મચારીગણને આપણી સત્તાવાર ભાષા - હિન્દીનો ઉપયોગ, પ્રચાર અને પ્રસાર વધારવા જણાવ્યું હતું, ઉપરાંત હિન્દીમાં કાર્ય કરવા અને અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે હિન્દી પખવાડા અંતર્ગત  રાજભાષા હિન્દીની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.

હિન્દી પખવાડા અંતર્ગત ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, અમદાવાદ કચેરીમાં નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધાનો વિષય હતો "આઝાદી કા અમૃત મહોત્સવ". જેમાં કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધામાં પ્રથમથી ત્રણ નંબર પર આવનાર વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામ સહભાગીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1754716) Visitor Counter : 164