મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

“સહી પોષણ, દેશ રોશન” પોષણ જાગૃતા અભિયાન પર ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભુજ દ્વારા વેબીનાર યોજાયો

Posted On: 10 SEP 2021 4:03PM by PIB Ahmedabad

વર્તમાનમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. બાળકો અને મહિલાઓમાં થતા કુપોષણને અટકાવવા અને યોગ્ય પોષણ અંગે જાગૃતા ફેલવવા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભુજ-કચ્છ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈસીડીસી, ભુજ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. “સહી પોષણ, દેશ રોશન” એ વિષય પર  વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબીનારમાં આઈસીડીસીના કાર્યક્રમ અધિકારી શ્રીમતી ઈરાબેન ચૌહાણ, આઈસીડીસીના ઘટક 1 અને 3ના સીડીપીઓ જાગૃતિબેન જોષી અને આંગણવાડી બહેનો સહભાગી થયા હતા. વેબીનારના મુખ્ય વકતા શ્રીએ પોષણ જાગૃતા પર વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત અને તેના ઉદ્દેશ વિશે ફિલ્ડ આઉટરીચ બ્યુરોના ફિલ્ડ એક્ઝીબીશન ઓફિસર શ્રીમતી સુમનબેન મછારે આપી હતી. આ વેબીનારમાં યોગ્ય પોષણ એટલે શું, કેવો આહાર લેવો જોઈએ, બાળકોને કેવો ખોરાક આપવો જોઈએ, કુપોષણ એટલે શું અને તેનાથી બચવા શું કરવું જોઈએ વગેરે પ્રશ્નો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સમગ્ર વેબીનારનું સંચાલન ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભુજ-કચ્છના અધિકારી કે. આર. મહેશ્વરી અને ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું. વેબીનારમાં મોટી માત્રામાં મહિલાઓએ રસપૂર્વક ભાગ લેતાં વેબીનારનો હેતુ સાર્થક થયો હતો.

 

SD/GP/BT



(Release ID: 1753850) Visitor Counter : 266