માહિતી અને પ્રસારણ મંત્રાલય

જામનગર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 04 SEP 2021 5:39PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-જામનગર દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અને સશસ્ત્ર સીમા બળના સંયુક્ત ઉપક્રમે 'આઝાદીનો અમૃત મહોત્સવ' ની ઉજવણીના ભાગરૂપે ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી.કે.વી વાણિજય કોલેજથી લઈને, સરૂ સેક્શન રોડથી, સત્યસાઇ સ્કૂલથી, સ્વામી વિવેકાનંદ સર્કલથી પછી ડી.કે.વી વાણિજય કોલેજ સુધી આ દોડનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનમાં અંદાજે 130થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે પૂર્વ મામલતદાર શ્રી દેવ આંબલિયા, સિન્ડીકેટ સભ્ય ડૉ. વિમલ પરમાર, લો કોલેજના કે.પી. શાહ, જામનગર વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉ. એચ.બી.ઘેલાની તેમજ જામનગર  NSS નોડલ અધિકારી ડૉ.સોનલ જોશી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું માર્ગદર્શન નેહરુ યુવા કેન્દ્ર જામનગર જિલ્લાના યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન 75 ગામોમાં થઈ રહ્યું છે.

SD/GP/BT



(Release ID: 1752036) Visitor Counter : 162