રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરી
Posted On:
29 AUG 2021 9:11PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગ માટે પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક વિશેષ ટ્રેન ફરી ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
· ટ્રેન નંબર 09006/09005 પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09006 પાલિતાણા - બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર બુધવારે પાલિતાણાથી 20.00 કલાકે ઉપડશે અને રાત્રે 01.55 કલાકે અમદાવાદ પહોંચશે તથા બીજા દિવસે સવારે 09.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 01 સપ્ટેમ્બર 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાંદ્રા - પાલિતાણા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 00.15 કલાકે અમદાવાદ પહોંચશે તથા બીજા દિવસે સવારે 05.50 કલાકે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન 31 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોલા, બોટાદ, જોરાવર નગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહેશે.
ટ્રેન નંબર 09005/09006 માટે બુકિંગ 30 ઓગસ્ટ, 2021 થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
SD/GP/JD
(Release ID: 1750275)
Visitor Counter : 171