માહિતી અને પ્રસારણ મંત્રાલય

ગોધરા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વિશેષ કાર્યક્રમ સંપન્ન


પ્રદર્શન સહિત વક્તૃત્વ અને એકપાત્રીય અભિનયના કાર્યક્રમો થયા

Posted On: 28 AUG 2021 2:15PM by PIB Ahmedabad

ભારત સરકારના ક્ષેત્રીય લોક સંપર્ક કાર્યાલય, ગોધરા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પર ગોધરા તાલુકાના વાવડી બુર્ઝગ ગામ ખાતે આવેલી કલરવ વિદ્યાલયમાં ચિત્ર પ્રદર્શન તેમજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ગોધરાના ધારાસભ્ય શ્રીમાન સી.કે.રાઉલજીએ કાર્યક્રમના અઘ્ય‍ક્ષ સ્થાનને રહી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જન સમુદાયે આઝાદીના સ્વતંત્રવીરોએ આપેલ બલિદાનને પોતાના જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી, કાંકણપુરના આચાર્ય શ્રી વિપુલ શાહ, પ્રોફેસર જ્ઞાનેશભાઈ ગોડબોલે સાર્વજનિક કોલેજ ઓફ એજયુકેશન ગોધરાના પ્રોફેસર શ્રી તેમજ કલરવ વિદ્યાલયના ટ્રસ્ટીિ શ્રી જયેશ શાહ વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોએ અવકાશ સંશોધનમાં ભારતની પ્રગતિ, દેશ પ્રત્યે આપણી ફરજો અને નાગરિક ધર્મ, આઝાદીનો અમૃત મહોત્સવ તેમજ હિન્દુસ્તાનનો ભવ્ય સાંસ્કૃતિક ઐતિહાસિક વારસા વિષયો પર વકતવ્ય આપી આઝાદીના અમૃત મહોત્સવ પર ઉપસ્થિત સર્વે લોકોને દેશ પ્રેમ પ્રત્યેક આગળ આવવા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં કલરવ વિદ્યાલયના છાત્રોએ આઝાદીના સ્વતંત્રવીરો પર એકપાત્રીય અભિનય ભજવ્યું હતું. કાર્યક્રમમાં ક્ષેત્રીય લોક સંપર્ક કાર્યાલય,ગોધરા દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધા તેમજ એકપાત્ર અભિનય સ્પાર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સામુહિક રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

 

SD/GP/BT



(Release ID: 1749867) Visitor Counter : 169