માહિતી અને પ્રસારણ મંત્રાલય

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત ‘ઇંટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ’ નું આયોજન કરવામાં આવ્યું

Posted On: 27 AUG 2021 5:49PM by PIB Ahmedabad

ભારત સરકાર આ વર્ષને “આઝાદી કા અમૃત મહોત્સવ“ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરવા અને આઝાદી કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેનાર ક્રાંતિકારીઓ/લડ્વૈયાઓના અમુલ્ય વારસાને આજની યુવા પેઢી સમક્ષ ઉજાગર કરવા અને પ્રબળ રાષ્ટ્રભાવનાના ઉચ્ચ વિચારોનું સિંચન કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

આ પ્રસંગે સુરત જિલ્લ ના કનક્પુર, કનસાડ, સચિન મુકામે આવેલી સરસ્વતી હિંદી વિધાલય ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" ના આઇકોનીક અઠ્વાડીયાની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર તથા સિનિયર સિટીઝન વેલ્ફેર ટ્રસ્ટ તથા ડેવલપમેંટ કમિટિનાં સંયુક્ત ઉપક્રમે બે દિવસીય 'ઇંટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ' નું આયોજન કરવામાં આવ્યું હતું.

બે દિવસના આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે અંદાજિત 2 કિલોમીટરની ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0, ચિત્ર સ્પર્ધા, આઝાદીની ચળવળને પોતાની નજર સમક્ષ નિહાળનાર સ્વાતંત્ર સેનાની/વરિષ્ઠ મહાનુભાવોનું સન્માન, દેશભક્તિ ગીત, ચીત્ર પ્રદર્શન, રાષ્ટ્રગાન, પ્રશ્નમંચ સ્પર્ધા, ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા તથા વિષય અનુરુપ ઇતિહાસ વક્તાઓના વક્તવ્યનુ આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત અતિથિઓએ વિદ્યાર્થીઓને આઝાદીના ઈતિહાસથી માહિતગાર કર્યા હતા તેમજ સૌને વેક્સિન લેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ રીતે કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું હતું.

 

SD/GP/BT



(Release ID: 1749601) Visitor Counter : 152