માહિતી અને પ્રસારણ મંત્રાલય

અરવલ્લી જિલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ફિટ ઇન્ડીયા ફ્રિડમ રનનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 27 AUG 2021 4:03PM by PIB Ahmedabad

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત બે દિવસીય દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ખાસ ભાઇઓ માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા રમત ગમત વિભાગ તેમજ અરવલ્લી જિલ્લા સીનીયર કોચ પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા 2 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ દોડમાં જોડાયા હતા. શ્રી. સી. જી. બુટાલા સ્કુલ ખાતેથી શરૂ કરવામાં આવેલી આ દોડ મોડાસા કોલેજ કેમ્પસ ખાતે પૂર્ણ થઈ હતી. વિજેતા થયેલા દોડવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આવતીકાલે બહેનો માટે 2 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવશે, જેમાં 75 જેટલી બહેનો ભાગ લેશે. આજના આયોજન દરમિયાન કોવિડ-19ની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.

 

SD/GP/BT



(Release ID: 1749552) Visitor Counter : 148