માહિતી અને પ્રસારણ મંત્રાલય

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા ક્ષેત્રમાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન

Posted On: 26 AUG 2021 3:27PM by PIB Ahmedabad

ભારત સરકારના ક્ષેત્રીય લોકસંપર્ક કાર્યાલય, ગોધરા દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ગોધરા તાલુકાના કાક્ણપુર તેમજ વાવડી બુઝુર્ગ ગામમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 તેમજ સ્વતંત્ર સંગ્રામ ચળવળના વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાક્ણપુરની એમ.જી. શાહ હાઈસ્કૂલમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 અંતર્ગત એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના અન્ય વિદ્યાર્થીઓએ દોડમાં ભાગ લીધો હતો. સૌએ ભારતને સ્વસ્થ તેમજ તંદુરસ્ત બનાવવા અનુરોધ કર્યો. કાર્યક્રમ દરમિયાન ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 ના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

 

‘આઝાદીનો અમૃત મહોત્સવકાર્યક્રમ અંતર્ગત ગોધરા તાલુકાના વાવડી બુઝુર્ગ ગામની કલરવ સ્કૂલમાં સ્કૂલના બાળકો વચ્ચે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારત તેમજ સ્વતંત્ર વીરોની સાફળ્ય ગાથા પર પોતાના વિચારો રજુ કરી દેશને વિકાસ તરફ લઇ જવા અનુરોધ કર્યો હતો.  



(Release ID: 1749225) Visitor Counter : 261