માહિતી અને પ્રસારણ મંત્રાલય

સુરતના સચિનની સરસ્વતી સ્કુલ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 થી શરુ

Posted On: 26 AUG 2021 12:02PM by PIB Ahmedabad

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ફિલ્ડ આઉટ રીચ બ્યુરો, પાલનપુર અને સિનિયર સિટીઝન વેલ્ફેર ટ્રસ્ટ તથા ડેવલપમેંટ કમિટિનાં સંયુક્ત ઉપક્રમે "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણીના ભાગરૂપે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સચિન ખાતે સરસ્વતી હિંદી વિધાલય ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" ની શરુઆત થઈ ગઈ, જેમા પ્રથમ ગઈકાલે 25/08/2021ના રોજ ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 ના ભાગરૂપે આયોજિત દોડમાં શાળાના વિધાર્થીઓ, એન.સી.સી.ના કેસેટ્સ, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, સુરતના વોલિયેન્ટર્સ તેમજ દોડવીર, મિલ્ટ્રી જવાન અને સિનિયર સિટિઝનોએ ભાગ લઈ દરેક ભાઇ બહેનોએ દેશનું ગૌરવ વધાર્યું હતું.

કાર્યક્રમમાં સરસ્વતી હિંદી સ્કુલથી પીએસઇ એસ.આઇ.દેસાઇનાં માર્ગદર્શનમાં પોલીસ બંદોબસ્ત સાથે સરસ્વતી સ્કુલના ટ્રસ્ટી શ્રી અશોક ત્રિવેદી અને સિનિયર સિટિઝન પ્રમુખ શ્રી બહદુરસિંહ સોલંકીએ ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.૦ ને લીલી ઝંડી બતાવી હતી. રાજ માર્ગ પર અપ અને ડાઉન રોડ પર દોડવીરોએ અંદાજિત 2 કિલોમીટર જેટલી દોડ કરી હતી.

આ સાથે શાળાના બાળકોએ દેશની આઝાદીના ઇતિહાસ વિષય પર (ડ્રોઇંગ) ચિત્રકલા દ્વારા ભારત દેશની ઝલક દર્શાવી હતી. બાળકો દ્વારા સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેમાં વિજેતાઓને સચિન ખાતે આયોજિત બે દિવસીય ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય વિશેષ જનજાગૃતિ કાર્યક્રમમાં પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1749155) Visitor Counter : 143