સંરક્ષણ મંત્રાલય
સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈને ગોલ્ડન કટાર ડિવિઝન ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી
Posted On:
18 AUG 2021 8:05PM by PIB Ahmedabad
સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે. એસ. નૈન, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ 16 થી 18 ઑગસ્ટ દરમિયાન અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ગોલ્ડન કટાર ડિવિઝનની આ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન તેમને ફોર્મેશનની પરિચાલન તૈયારીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જનરલ ઓફિસરે ગાંધીનગર અને ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનોની પણ મુલાકાત લીધી હતી.
જનરલ ઓફિસરે કોઇપણ આકસ્મિક સ્થિતિ અંગે પરિસ્થિતિનું સર્વાંગી ચિત્ર મેળવવા અને અસરકારક પ્રતિભાવ આપવા માટે પરિચાલનની અસરકારકતા, ત્રણેય સેવાઓ વચ્ચે તાલમેલ અને ભગીની સેવાઓ સાથે સહયોગ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં, અસરકારક રીતે લડત આપવાની ક્ષમતામાં વધારો કરવા માટે એકીકૃત તાલીમની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. જનરલ ઓફિસરે ફોર્મેશનના જવાનો સાથે સંવાદ કર્યો હતો અને તમામ પ્રકારે ઉત્કૃષ્ટતા મેળવવાની ઝંખના યથાવત રાખવા માટે તેમને પ્રોત્સાહિત કરતી વખતે તેમણે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1747164)
Visitor Counter : 118