રેલવે મંત્રાલય
મુસાફરો માટે વર્તમાનમાં અમદાવાદ મંડળ પર કરંટ આરક્ષણ બુકિંગ સુવિધા ઉપલબ્ધ
Posted On:
17 AUG 2021 12:28AM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળથી વર્તમાનમાં 75 જેટલી વિશેષ પેસેન્જર ટ્રેનો મંડળના ત્રણ ક્ષેત્રો પર કોવિડ -19 પ્રોટોકોલ હેઠળ કોવિડ સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવવામાં આવી રહી છે, જેમાં મોટાભાગની પેસેન્જર ટ્રેનોમાં તમામ શ્રેણીમાં યાત્રી આરક્ષણની સુવિધા ઉપલબ્ધ છે.
આ માહિતી આપતાં મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યું કે, જે પણ કોવિડ -19 સ્પેશિયલ ટ્રેનોમાં આરક્ષણ ઉપલબ્ધ છે તે ટ્રેનોમાં ચાર્ટ બન્યા બાદ ખાલી સીટો પર મુસાફરો ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા સુધી કરંટ બુકિંગથી આરક્ષણ મેળવીને તેમની મુસાફરી સુખદ બનાવી શકે છે. રેલવે દ્વારા મુસાફરોને કરંટ રિઝર્વેશન ટિકિટ પર 10% નું વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદ સ્ટેશન પર તારીખ 01 ઓગસ્ટથી 16 ઓગસ્ટ 2021 દરમિયાન કુલ 8528 મુસાફરોને કરંટ રિઝર્વેશન પ્રદાન કરીને રેલવે દ્વારા લાભાર્થી બનાવવામાં આવ્યા. જેના દ્વારા રેલવે ને 23 લાખ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી.
અમદાવાદ સ્ટેશનથી ઉપડતી 40 થી વધુ ટ્રેનોમાં અને અન્ય 150 થી વધુ ટ્રેનોમાં કરંટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. મંડળ પર અમદાવાદ સ્ટેશન ઉપરાંત સાબરમતી, મણિનગર અને ચાંદલોડિયા સ્ટેશન પર પણ કરંટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1746814)
Visitor Counter : 138