યુવા બાબતો અને રમત મંત્રાલય

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 અભિયાન હેઠળ આજે ગુજરાતના અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 14 AUG 2021 5:17PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા મથકો અને દેશભરના 75 ગામોમાં ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડોદરામાં પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવવા માટે અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના બીજેપી પ્રમુખ ડૉ. વિજય શાહ અને નહેરુ યુવા કેન્દ્રના યુવા જિલ્લા અધિકારી પંકજ મારેચા ઉપસ્થિત રહ્યા હતા. આ ફ્રીડમ રનમાં 75 જેટલા કોલેજના વિધાર્થીઓ જોડાયા હતા. ફ્રીડમ રન કમાટીબાગથી ફતેગંજ, રોઝરી સ્કૂલ, નટરાજ ટોકીઝ રેલવે સ્ટેશન, કાલાઘોડા થઈને કમાટીબાગ ખાતે પૂર્ણ થઈ હતી.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી કચેરી તરફથી આજ રોજ ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં હોય આ ફ્રીડમ દોડમાં પણ શહેરના 75 યુવાઓએ ભાગ લીધો હતો. સવારે 8:00 કલાકે સીનિયર સિટીજનપાર્ક સરર્કલથી અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનશપથ લેવડાવવામાં આવ્યા અને રાષ્ટ્રગાન બાદમાં સરદાર સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાપર્ણ કરવામાં આવી હતી. યુવાઓની ફ્રીડમ દોડને કુ. એકાંકી અગ્રવાલ, ચેતનભાઈ શિયાળ દ્વારા લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. આ દોડમાં અમરેલી શહેરની વિવિધ યુવા સંસ્થાઓ/NGO/NSS તથા અન્ય 75 યુવાઓ દોડમાં ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ યુવાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. દોડનો ઉદેશ યુવાઓનો શારીરિક વિકાસ થાય તેમજ રમત-ગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એવો છે. આ કાર્યક્રમનું આયોજન કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું હતું.

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં એન.એસ.એસ, એન.સી.સી. તેમજ આઈટીઆઈના મળી કુલ 150 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ દોડ મોડાસાના સહયોગ બાયપાસ રોડથી શરૂ કરીને સરકારી આઈટીઆઈ સુધી યોજાઈ હતી, જેને પુંસરી ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ તેમજ જયેશભાઈ ચૌધરી દાવલી સરપંચ, પ્રશાંત પટેલ, દેવલ ત્રિવેદી, તેમજ એન.સી.સીના નોડલ ઓફિસર ગોપાલભાઈ વણકરે ખાસ ઉપસ્થિત રહી દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. ઉપસ્થિત મહેમાનોએ આ ફીટ ઇન્ડિયા ફ્રિડમ રનનો ઉદ્દેશ્ય લોકોનું આરોગ્ય સારૂ બની રહે તેના માટે સરકાર દ્વારા કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. આ અભિયાન દ્વારા "ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ" નાગરિકોને તેમના જીવનમાં દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

SD/GP/BT



(Release ID: 1745822) Visitor Counter : 234