રેલવે મંત્રાલય

શ્રી તરુણ જૈને અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક નો કાર્યભાર સંભાળ્યો

Posted On: 11 AUG 2021 5:29PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળ પર આજે 11 ઓગસ્ટ ના રોજ શ્રી તરુણ જૈન દ્વારા મંડળ રેલ પ્રબંધક નો કાર્યભાર સંભાળવામાં આવ્યો. શ્રી જૈન ઉત્તર પશ્ચિમ રેલ્વે ના જયપુરમાં મુખ્ય યાત્રી પરિવહન પ્રબંધક ના પદ પર કાર્યરત હતા.

શ્રી જૈન ભારતીય રેલ યાતાયાત સેવાના 1993 ની બેચના અધિકારી છે તથા તેમની પ્રથમ નિમણૂક પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળ પર સહાયક વાણિજ્ય પ્રબંધક ના પદ પર કરવામાં આવી હતી. શ્રી જૈને પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ રેલવે પર વિવિધ મહત્વપૂર્ણ પદ પર કાર્ય કરતી વખતે ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેમના દ્વારા ઉત્તર પશ્ચિમ રેલવે પર ઉપ મહાપ્રબંધક તથા મુખ્ય જનસંપર્ક અધિકારી જેવા મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કરતી વખતે સકારાત્મક વિચારો સાથે નવીન, પ્રાયોગિક અને ગુણવત્તાયુક્ત કાર્યો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તથા મુખ્ય યાત્રી પરિચાલન પ્રબંધક તરીકે કામ કરતી વખતે પેસેન્જર ટ્રેનોના સમયપાલન પર વિશેષરૂપે ધ્યાન આપવામાં આવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપ ઉત્તર પશ્ચિમ રેલવેએ છેલ્લાં વર્ષોમાં 98.3% સમયપાલનની વિક્રમી સિદ્ધિ હાંસલ કરી છે, જે ભારતીય રેલવેમાં પ્રથમ સ્થાન પર છે. સાથે મુખ્ય જનસંપર્ક અધિકારીના પદ પર કાર્ય કરતી વખતે, રેલવે તથા મીડિયા વચ્ચે સારા સંબંધો કેળવવામાં આવ્યા અને રેલવે દ્વારા કરવામાં આવી રહેલા કામો વિશેની માહિતી મીડિયા દ્વારા સમયસર લોકો સુધી પહોંચાડવાનું કામ ખૂબ કુશળતા સાથે કરવામાં આવ્યું.

શ્રી જૈને મુખ્ય કારખાના પ્રબંધક - કાનકોર જયપુર, વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક બિકાનેર અને જોધપુર, એરિયા મેનેજર ગાંધીધામ તથા મંડળ પરિચાલન પ્રબંધક અમદાવાદ સહિત વિવિધ હોદ્દા પર કામ કર્યું છે.શ્રી જૈને મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું છે તથા રેલ પરિવહન સંબંધિત વિષયો પર વિદેશમાં વિશેષ તાલીમ મેળવી છે.

અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક પદ ને ગ્રહણ કર્યા પછી યાત્રી સુરક્ષા અને સંરક્ષા, ગાડીયો નું સમયપાલન, મંડળ પર માલ લદાન વધારવાનો વિશેષ પ્રયાસ અને યાત્રી સુવિધા માટે વિશેષ પ્રાથમિકતા રહેશે.



(Release ID: 1744844) Visitor Counter : 128