સંરક્ષણ મંત્રાલય

સૈન્યની ત્રણેય પાંખ દ્વારા માઉન્ટ મણીરંગ પર પર્વતારોહણ કૂચ

Posted On: 02 AUG 2021 1:39PM by PIB Ahmedabad

ભારતીય વાયુ સેના દ્વારા સૈન્યની ત્રણેય પાંખ માટે, સર્વ મહિલા પર્વતારોહણ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે માઉન્ટ મણીરંગ (21,625 ફુટ) પર પર્વતારોહણનું આ આયોજન કરવામાં આવ્યું છે. વિંગ કમાન્ડર ભાવના મહેરાના નેતૃત્વમાં 15 પર્વતારોહકોની ટીમને આજે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન  એર માર્શલ વી.પી.એસ. રાણા VSMએ વિધિવત રવાના કરી હતી. આ ટીમ 15 ઑગસ્ટ 2021ના રોજ શિખર પર પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. એર માર્શલે ટીમને તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરી હતી અને આ કૂચની સુવિધા કરી આપવા બદલ આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ટીમના અન્ય 14 સભ્યોમાં વિંગ કમાન્ડર એન. લિન્યૂ, વિંગ કમાન્ડર નિરુપમા પાંડે, વિંગ કમાન્ડર લલીતા મિશ્રા, વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ, ફ્લાઇટ લેફ્ટેનન્ટ કોમલ પહુજા, લેફ્ટેનન્ટ કોલોનલ ગીતાંજલી ભટ્ટ, મેજર સૌમ્ય શુકલા, મેજર વીણુ મોર, મેજર ઉષા કુમારી, મેજર રચના હૂડા, લેફ્ટેનન્ટ કમાન્ડર નંદિની દેમરોય, લેફ્ટેનન્ટ કમાન્ડર સિનો વિલ્સન, લેફ્ટેનન્ટ કમાન્ડર છામ કુમારી અને લેફ્ટેનન્ટ કમાન્ડર રેણુ રામદુર્ગ છે.

માઉન્ટ મણીરંગ હિમાચલ પ્રદેશમાં કિન્નૌર અને સ્પિતિ જિલ્લાની સરહદે આવેલો છે. મણીરંગ પાસ આ શિખરની નજીકમાં જ આવેલો છે અને બંને જિલ્લા વચ્ચે પ્રારંભિક સમયમાં વ્યાપારિક માર્ગોમાંથી એક માર્ગ આ રૂટ પણ છે.



(Release ID: 1741450) Visitor Counter : 214