ગૃહ મંત્રાલય

સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-2021 માટે નામાંકન 15 ઓગસ્ટ 2021 સુધી ખુલ્લુ છે

Posted On: 26 JUL 2021 3:22PM by PIB Ahmedabad

સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટે ઓનલાઈન નામાંકન/ભલામણોની પ્રક્રિયા જારી છે અને નામાંકન/ભલામણોની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2021 છે. નામાંકનો/ભલામણો ગૃહ મંત્રાલયની વેબસાઈટ https://nationalunityawards.mha.gov.in પર ઓનલાઈન સ્વીકારવામાં આવી રહી છે.

ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર ભારતની એકતા અને અખંડિતતામાં યોગદાનના ક્ષેત્રે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારની સ્થાપના કરી છે. પુરસ્કાર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના કારણને પ્રોત્સાહન આપવા અને એક મજબૂત તથા એક ભારતના મૂલ્યને સુદૃઢ કરવા માટે ઉલ્લેખનીય અને પ્રેરક યોગદાનને માન્યતા આપવા માગે છે.

ધર્મ, જાતિ, લિંગ, વંશ, જન્મસ્થળ, વય કે વ્યવસાયના ભેદ વિના ભારતનો કોઈપણ નાગરિક અને કોઈપણ સંસ્થા/સંગઠન પુરસ્કાર માટે પાત્ર બની શકશે.

ભારતમાં સ્થિત કોઈપણ ભારતીય નાગરિક કે સંસ્થા કે સંગઠન આ પુરસ્કાર માટે વિચારણા કરવા કોઈ વ્યક્તિ કે સંસ્થા અથવા સંગઠનને નોમિનેટ કરી શકે છે. વ્યક્તિ/સંસ્થા/સંગઠન પણ ખુદને નોમિનેટ કરી શકે છે. રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો તથા ભારત સરકારના મંત્રાલયો પણ પુરસ્કાર માટે નામાંકન મોકલી શકે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1739062) Visitor Counter : 138