રસાયણ અને ખાતર મંત્રાલય

સરકારે દેશમાં કોવિડ-19 રસીનું ઉત્પાદન વધારવા માટે લીધેલા વિવિધ પગલાં

Posted On: 20 JUL 2021 5:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય દવા ધારાધોરણ નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ) મુજબ, સીડીએસસીઓએ કટોકટીની સ્થિતિમાં નિયંત્રિત ઉપયોગ કરવા માટે નીચેની કોવિડ-19 રસી માટે ખાનગી ઉત્પાદકોને ઉત્પાદનની મંજૂરી આપી છે: -

  1. ChAdOx1 nCoV- 19 કોરોના વાયરસ રસી (રિકોમ્બિનન્ટ), જેનું ઉત્પાદન મેસર્સ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, પૂણે 03.01.2021થી કરે છે
  2. હોલ વાયરોન ઇનએક્ટિવેટેડ કોરોના વાયરસ રસીનું ઉત્પાદન મેસર્સ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ, હૈદરાબાદ 03.01.2021થી કરે છે
  3. ગામ-કોવિડ-વેક કમ્બાઇન્ડ વેક્ટર વેક્સિન (સ્પૂતનિક-વી)નું ઉત્પાદન 02.07.2021થી મેસર્સ રા (બાયોલોજિકલ્સ) પેનેશિયા બાયોટેક લિમિટેડ, નવી દિલ્હી કરે છે.

બાયોટેકનોલોજી વિભાગે જાણકારી આપી છે કે, ભારતમાં રસીનાં ઉત્પાદનને ટેકો આપવા ભારત સરકારે મિશન કોવિડ સુરક્ષાભારતીય કોવિડ-19 રસી વિકાસ અભિયાન શરૂ કર્યું છે, જેનો અમલ બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી)ની જાહેર સાહસની કંપની (પીએસયુ) બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (બીઆઇઆરએસી) દ્વારા થાય છે. અભિયાન અંતર્ગત અસરકારક રસીના નૈદાનિક પરીક્ષણ ઉત્પાદન લોટ કેન્ડિડેટ (કંપનીઓ)માં ડીએન વેક્સિન કેન્ડિડેટ (ઝાયડસ કેડિલા), એમઆરએનએ વેક્સિન કેન્ડિડેટ (જિનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ), ઇન્ટ્રાનસલ વેક્સિન કેન્ડિડેટ (ભારત બાયોટેક) સામેલ છે, જેને ટેકો આપવામાં આવે છે.

ઉપરાંત, કોવેક્સિનનું ઉત્પાદન વધારવાના પ્રયાસોના ભાગરૂપે ભારત બાયોટેકના ક્ષમતા સંવર્ધનને કોવિડ સુરક્ષા અભિયાન અંતર્ગત ટેકો આપવામાં આવે છે. ઉપરાંત ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન ઉત્પાદનની ટેકનોલોજીનું હસ્તાંતરણ ગુજરાત કોવિડ વેક્સિન કન્સોર્ટિયમ (જીસીવીસી)ને કરવામાં આવશે. કન્સોર્ટિયમ હેસ્ટર બાયોસાયન્સિસ અને ઓમ્નિબીઆરએક્સ બાયોટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે, જેને બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સુવિધા આપવામાં આવી છે.

આજે માહિતી કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1737360) Visitor Counter : 270


Read this release in: English , Punjabi