આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

હુડકોએ એમ્બ્યુલન્સ વાન ખરીદવા માટે સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદને રૂ. 70 લાખની સીએસઆર સહાય વધારી

Posted On: 09 JUL 2021 5:33PM by PIB Ahmedabad

હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરશન (હુડકો) દ્વારા, સિવિલ હોસ્પિટલ, ગુજરાત સરકાર, અસારવા, અમદાવાદ માટે એસીએલએસ સુવિધા સહિતની 2 એમ્બ્યુલન્સ વાનની ખરીદી માટે રૂપિયા 70 લાખની સીએસઆર સહાય ફાળવી છે. સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ એસીએલએસ સુવિધા માટે આવશ્યક તબીબી ઉપકરણો લગાવીને એમ્બ્યુલન્સવાન તૈયાર કરશે.

   

હુડકોના વરિષ્ઠ અધિકારીઓ – શ્રી એમ. નાગરાજ, ડિરેક્ટર (કોર્પોરેટ પ્લાનીંગ), શ્રી ડી. ગુહાન, ડિરેક્ટર, (ફાયનાન્સ), શ્રી વિ. કે. જોષી, એક્ઝીક્યુટીવ ડિરેક્ટર (પ્રોજેક્ટ – સીએસઆર), શ્રી હેમસિંહ ઓલીવર, રીજ્યોનલ ચીફ, ઈનચાર્જ સહિત સિવિલ હોસ્પિટલના અધિકારીઓ – ડૉ. રજનીશ પટેલ, એડીશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ડૉ. રાકેશ જોષી, એડીશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં 9 જુલાઈ, 2021ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ, અમદાવાદને સુપરત કરાઈ હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1734265) Visitor Counter : 150


Read this release in: English