સંરક્ષણ મંત્રાલય
સ્વર્ણિમ વિજય મશાલ દિવંગત બ્રિગેડિયર ઉદયસિંહજી ભાટી, મહાવીર ચક્રના ગૃહનગર શેરગઢના ગ્રહા ખાતે પહોંચી
Posted On:
08 JUL 2021 10:28PM by PIB Ahmedabad
ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 1971માં થયેલા યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે વર્ષ 2021ને 'સ્વર્ણિમ વિજય વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. સ્વર્ણિમ વિજય મશાલ 1971ના યુદ્ધમાં ભારતીય સૈન્યની પરંપરાઓનું પાલન કરીને માતૃભૂમિના રક્ષણ માટે લડનારા અમર સૈનિકોના સર્વોચ્ચ શૌર્ય અને બિલદાનનું પ્રતિક છે.


આ વિજય મશાલ 3 જુલાઇના રોજ જોધપુર પહોંચી હતી અને જોધપુરમાં વિવિધ સ્થળોએ તેનું સન્માન કર્યા બાદ, 08 જુલાઇ 2021ના રોજ શેરગઢના ગ્રહા ખાતે આવેલા મહાવીર ચક્રથી સન્માનિત દિવંગત બ્રિગેડિયર ઉદયસિંહ ભાટીના નિવાસસ્થાને લઇ જવામાં આવી હતી.
કોણાર્ક કોરના લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે દિવંગત યુદ્ધ નાયકને પુષ્પગુચ્છ અર્પણ કરીને શ્રદ્ધાંજલી આપી હતી અને આર્મી વાઇવ્સ વેલફેર એસોસિએશન (AWWA)ના ઝોન પ્રેસિડેન્ટ શ્રીમતી અરુણા મિન્હાસે તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું.
આ બહાદુર યોદ્ધાને યાદ કરતા જનરલ ઓફિસરે ઉલ્લેખ કર્યો હતો કે, મહાવીર ચક્રથી સન્માનિત દિવંગત બ્રિગેડિયર ઉદયસિંહ ભાટીએ 1971ના યુદ્ધમાં કારગિલ ક્ષેત્રમાં દુશ્મનોની મજબૂત પકડમાં રહેલા તુર્ટુકને તેમની પાસેથી આંચકી લેવા માટે લદાખ સ્કાઉટ્સની ત્રણ કંપનીનું નેતૃત્વ સંભાળ્યું હતું. શૂન્ય ડિગ્રી તાપમાનમાં અતિશય ઠંડી વચ્ચે, 18000 ફુટની ઊંચાઇએ દસ દિવસ સુધી ચાલેલી ખરાખરીની જંગમાં બહાદુર (તત્કાલિન) કર્નલ ઉદયસિંહ ભાટીએ નિઃસ્વાર્થ હિંમત સાથે તેમના જવાનોને પ્રેરણા આપી હતી અને તેમને સોંપવામાં આવેલું મિશન પૂરું કર્યું હતું. તેમને આ શૌર્ય બદલ પ્રતિષ્ઠિત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બહાદુર દિવંગત બ્રિગેડિયરના ઘરેથી લેવામાં માટીને સન્માનપૂર્વક નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વૃક્ષારોપણ માટે લઇ જવામાં આવશે. વિજય મશાલ હવે આ કાર્યક્રમ પછી જૈસલમેર જવા માટે રવાના થશે અને ત્યારબાદ આગળ લોંગેવાલા ખાતે તેને લઇ જવામાં આવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1733995)
Visitor Counter : 122