રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલ્વેએ રેવન્યુમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો. 3000 કરોડના આંકડાને પાર કર્યો

Posted On: 05 JUL 2021 4:11PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેએ હાલના સંજોગોને કારણે સર્જાયેલ અવરોધોને દૂર કરીને ઘણા વિસ્તારોમાં પ્રભાવશાળી પ્રદર્શન બતાવવાનું ચાલુ રાખ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં કોવિડ મહામારી દરમિયાન શ્રમશક્તિની તીવ્ર અછત હોવા છતાં પશ્ચિમ રેલ્વેએ 3100 કરોડથી વધુની આવક મેળવી છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના ગતિશીલ નેતૃત્વને કારણે આ સિધ્ધિ શક્ય બની છે, જેમણે હંમેશા અધિકારીઓ અને કર્મચારીઓને ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા પ્રેરિત કર્યા છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માટે દેશભરમાં ગૂડ્સ અને પાર્સલ સ્પેશિયલ ટ્રેનો સતત ચલાવવામાં આવી રહી છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળો સુધી પહોંચવામાં મદદ માટે પેસેન્જર/એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનોની સમયાંતરે ઘોષણા કરવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2021-22માં, પશ્ચિમ રેલ્વેએ 3106 કરોડની આવક નોંધાવી, જેમાં ફ્રેઈટ આવક રૂ.2527 કરોડ, પેસેંજર આવક રૂ. 378 કરોડ; અન્ય કોચિંગ દ્વારા રૂ.104 કરોડની આવક થઈ હતી અને અન્ય વિવિધ આવક રૂ.97 કરોડ હતી. પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ પ્રાપ્ત આવક 63 ટકાથી વધુ રહી છે.

શ્રી ઠાકુરે માહિતી આપી કે પશ્ચિમ રેલ્વે દ્વારા દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 01 એપ્રિલ, 2021 થી 03 જુલાઈ, 2021 સુધીમાં 207 પાર્સલ ટ્રેનો દોડાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ગૂડ્સ ગાડીઓનું લોડિંગ 20.95 મિલિયન ટન નોંધાયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 15.80 મિલિયન ટન હતું. તે જ સમયગાળામાં, પશ્ચિમ રેલ્વેએ તેની વિવિધ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા લગભગ 76 હજાર ટન વજનની ચીજવસ્તુઓનું પરિવહન કર્યું છે, જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, તબીબી સાધનો, માછલી, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. જેના કારણે પ્રાપ્ત થયેલી આવક લગભગ 25.72 કરોડ હતી.

પશ્ચિમ રેલ્વે દ્વારા 33 હજાર ટનથી વધુ દૂધની પરિવહન સાથે 47 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી અને વેગનનો 100% ઉપયોગ કરવામાં આવ્યો. તેવી જ રીતે 57 COVID-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો ચલાવવામાં આવી હતી તથા 9000 ટન આવશ્યક ચીજવસ્તુઓ પરિવહન કરવામાં આવી હતી. આ ઉપરાંત, 17300 ટનના ભાર સાથે 35 ઇન્ડેન્ટેડ રેક્સ પણ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમની ઉત્પાદન અને આર્થિક તથા ઝડપી પરિવહન માટે નવા બજારો મળી શકે તે માટે વિવિધ મંડળોમાંથી આશરે 16000 ટન જેટલો ભારણ સાથે 68 કિસાન રેલો પણ આ સમયગાળા દરમિયાન ચલાવવામાં આવી હતી. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ (બીડીયુ) રેલવે બોર્ડ દ્વારા શરૂ કરાયેલી પ્રોત્સાહક યોજનાઓ સાથે હાલના અને સંભવિત નૂર ગ્રાહકો સાથે તેમના સંપર્કમાં છે કે તેઓ રેલવે દ્વારા તેમના માલના ઝડપી, વિશ્વસનીય, આર્થિક અને જથ્થાબંધ પરિવહન માટે પ્રોત્સાહિત કરે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732826) Visitor Counter : 171