રેલવે મંત્રાલય

ઓલ્ડ રાજુલા સિટી સ્થિત રેલ્વેની જમીન વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે ઉપયોગમાં લેવાશે

Posted On: 24 JUN 2021 8:08PM by PIB Ahmedabad

 પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળમાં રાજુલા સિટીના જુના સ્ટેશન પર કુલ 41926 ચો.મી. વિસ્તારનો પ્લોટ આવેલ છેસુરેન્દ્રનગર - રાજુલા . - રાજુલા સિટી - પીપાવાવ સેકશનને વર્ષ 2003 માં મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરાયો હતોરાજુલા સિટીથી ઓલ્ડ રાજુલા સ્ટેશન (જે હવે બંધ છે) ની વચ્ચે એક જુનો મીટર ગેજ એલાઈનમેન્ટ છે પ્લોટ રાજુલા શહેરના જૂના મીટર ગેજ રેલ્વે સ્ટેશનની પાસે સ્થિત છે.

પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્માએ જાહેર કરેલ એક પ્રેસ રિલીઝ મુજબ, રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટને સુંદર બનાવવા અને તેના પર ગ્રીન પેચ વિકસાવવા પશ્ચિમ રેલ્વેનો સંપર્ક કરવામાં આવ્યો હતોદરખાસ્ત મુજબ, પ્લોટના સુંદરતા અને અહીં ગ્રીન પેચના વિકાસ માટેનો ખર્ચ રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉઠાવવાનો હતો, જ્યારે પ્લોટની માલિકી રેલવે પાસે રહેશે. નવેમ્બર, 2020 માં હેડક્વાટર દ્વારા દરખાસ્તને શરતે મંજૂરી આપવામાં આવી હતી કે જો ભવિષ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ઉપરોક્ત જમીનની જરૂર પડશે તો તે મહાનગર પાલિકા પાસેથી પાછી ખેંચી લેવામાં આવશેતદનુસાર, એક સમજૂતી પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગર પાલિકા અને પશ્ચિમ રેલ્વે દ્વારા સહી થવાની હતી અને તે કાયદેસરની ચકાસણી / પુનરાવર્તન મેળવવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતીપરંતુ, ફેબ્રુઆરી / માર્ચ, 2021 માં ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને ત્યારબાદના COVID -19 મહામારીને કારણે તેનો અમલ થઈ શક્યો નહીં.

ઉપરોક્ત બાકી સમયગાળા દરમિયાન, ઉપરના પ્લોટને વધુ સારી વૈકલ્પિક યોજનાઓના ઉપયોગ માટે પણ ઓળખવામાં આવ્યા હતાઆમાં ભારત સરકારની ગ્રીન એનર્જી પહેલના ભાગ રૂપે અનાજ સંગ્રહ કરવા માટે એફસીઆઈ સિલો / ગોડાઉન સ્થાપવા અને સૌર પ્લાન્ટ્સ / પેનલ્સ લગાવવી શામેલ છે બંને દરખાસ્તોથી તમામ લોકો અને સમગ્ર ક્ષેત્રને મોટો ફાયદો થશે.

સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિકાસને ધ્યાનમાં રાખીને, સમગ્ર મામલાની નવી સમીક્ષા કરવામાં આવી હતી અને નવેમ્બર, 2020 પહેલા આપવામાં આવેલ રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીનને સુંદર બનાવવા અને ગ્રીન પેચના વિકાસની મંજૂરી રેલવે (હેડક્વાર્ટર) દ્વારા વ્યાપક જાહેરહિતમાં પાછી લેવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે અહીં ગ્રીન પેચના બ્યુટિફિકેશન અને વિકાસ બાદ ઉપરોક્ત હેતુ માટે રાજુલા મહાનગર પાલિકા પાસેથી ઉક્ત જમીન પરત લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, તો તેના પર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કોઈપણ ખર્ચ વ્યર્થ અને નિરર્થક થાય છેઆમ, જમીન રાજુલા મહાનગરપાલિકાને સોંપવાની પરવાનગી પાછી ખેંચવાનો નિર્ણય સમયસર લેવામાં આવ્યો છે અને પરિણામે સરકારી તિજોરીમાંથી થયેલ ખર્ચનો બચાવ થયો છે, જે અન્યથા જમીન પર મહાનગરપાલિકાએ ઉઠાવ્યો હોત.

ખર્ચની બચત ઉપરાંત, પ્લોટના ઉપયોગ માટેના બંને વૈકલ્પિક પ્રોજેક્ટ લોકો તેમજ સમગ્ર ક્ષેત્ર માટે આગામી દિવસોમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે.

*****



(Release ID: 1730216) Visitor Counter : 126