સંરક્ષણ મંત્રાલય

બાલાચડી સૈનિક સ્કૂલમાં 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Posted On: 21 JUN 2021 10:10PM by PIB Ahmedabad

જામનગરમાં બાલાચડી ખાતે સૈનિક સ્કૂલમાં 21 જૂન 2021ના રોજ ઑનલાઇન માધ્યમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેડેટ્સે તેમના ઘરે રહીને જ યોગ સત્રમાં ભાગ લીધો હતો જ્યારે અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારોએ યોગ્ય સામાજિક અંતર જાળવીને શાળામાં યોગ સત્રમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે, વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ઇતિહાસ અને યોગના લાભ' વિષય પર ઑનલાઇન 'ઇન્ટર હાઉસ હિન્દી અને અંગ્રેજી વક્તૃત્વ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કેડેટ નીલ પટેલ અને કેડેટ અનુરાગ પાંડેએ TGT અંગ્રેજી શ્રીમતી અંજૂ યાદવના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. ધોરણ XI અને XIIના વિદ્યાર્થીઓ માટે 'કોવિડના બીજા ચરણ વચ્ચે યોગની પ્રાસંગિકતા અને ત્રીજા ચરણ માટે તૈયારીઓ' વિષય પર ઑનલાઇન 'નિબંધ લેખન સ્પર્ધા'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું સંકલન અંગ્રેજી વિભાગના HOD શ્રીમતી સુનિતા કડેમણીએ કર્યું હતું. આર્ટ માસ્ટર શ્રી આર.એસ. મિશ્રાના માર્ગદર્શન હેઠળ આર્ટ વિભાગ દ્વારા ઑનલાઇન માધ્યમથી ધોરણ  VIIના વિદ્યાર્થીઓ માટે 'પોસ્ટર મેકિંગ' સ્પર્ધાનું આયોજન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન આપતા બાલાચડી સૈનિક સ્કૂલના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દર સિંહે માણસોના દૈનિક જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, યોગ આપણને જીવનમાં આભાસી/ ભૌતિક બાબતો સાથે નહીં પરંતુ પ્રકૃતિ અને વાસ્તવિક બાબતો સાથે જોડાવાનું શીખવે છે. આ કાર્યક્રમના સમાપન વખતે તમામ સહભાગીઓએ પોતાના દૈનિક જીવનમાં યોગને સામેલ કરવાના શપથ લીધા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1729245) Visitor Counter : 167