રેલવે મંત્રાલય

અમદાવાદ ડિવિઝન ખાતે "યોગ દિવસ" નું આયોજન

Posted On: 21 JUN 2021 9:57PM by PIB Ahmedabad


હાલમાં કોવિડ પ્રોટોકોલબાદ 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 12,000થી વધુ રેલવે કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારો પણ પોતપોતાના ઘરોમાંથી, પંતજંલી યોગ વિદ્યાપીઠના યોગ ગુરુ શ્રી વાય.કે.શર્માજી દ્વારા યુટ્યુબ લિંક મારફતે આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માં યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સુનીલ બિશ્નોઈએ પ્રસંગે માહિતી આપી હતી કે મંડળ કાર્યાલયના મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝાની હાજરીમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ મારફતે "યોગ રૂમ"નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. યોગ ખંડમાં ટીવી, સાઉન્ડ સિસ્ટમ, યોગમેટ, યોગ ચાર્ટ વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમના તણાવને દૂર કરવા અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરશે.શ્રી કંસલ, જીએમએ પણ અમદાવાદ ડિવિઝનની નવીન પહેલની પ્રશંસા કરી હતી અને તેના પુરસ્કારની જાહેરાત કરી હતી. ઉપરાંત કોવિડ પ્રોટોકોલને પગલે ડિવિઝનના તમામ મોટા સ્ટેશનો, ડીઝલ શેડ અને કોચિંગ ડેપોમાં પણ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓએ યોગ કવાયતમાં ભાગ લીધો હતો.

પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી દીપક કુમાર ઝાએ રેલવે કર્મચારીઓને યોગને તેમની દૈનિક દિનચર્યામાં સ્થાન આપવા અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા હાકલ કરી હતી.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1729231) Visitor Counter : 100