સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
Posted On:
11 JUN 2021 2:04PM by PIB Ahmedabad
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત રીજિયનની કચેરી, ડાક ભવન, પવનવીર એપાર્ટમેન્ટની સામે, વડોદરા – 390 002 ખાતે તારીખ 28-06-2021ને સોમવારના રોજ 11.30 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ – વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાને લગતી ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. ટપાલ સેવા અંગે રજૂ કરવાની ફરિયાદો શ્રીમાન રાજીવ પાલેકર, એડી (બીડી), પોસ્ટર માસ્ટર જનરલની કચેરી, પ્રતાપગંજ, વડોદરા-390002ના સરનામે મોડામાં મોડી તા. 15-06-2021 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1726192)
Visitor Counter : 129