રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરુકતા દિવસનું આયોજન

Posted On: 10 JUN 2021 11:17AM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર તારીખ 10 જૂન 2021 ના રોજ "આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરુકતા દિવસ" મનાવવામાં આવ્યો, જેમાં રેલવે ક્રોસિંગ ને સલામત રીતે પાર કરવા માટે લેવામાં આવતી સાવચેતીઓ અંગે માર્ગ ઉપભોક્તાઓ અને સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાના વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન, અમદાવાદડિવિજન પર મંડળ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના કુશળ નેતૃત્વ હેઠળ વરિષ્ઠ મંડળસંરક્ષા અધિકારી શ્રી એ.વી. પુરોહિત, સંરક્ષા ટીમ અને અન્ય શાખા અધિકારીઓ અને કર્મચારીદ્વારા માર્ગ ઉપભોક્તા અને સામાન્ય લોકો ને રેલવે ક્રોસિંગસલામત રીતે પાર કરવા માટે લેવામાં આવતી સાવચેતીઓ ના વિશેનાબેનરો, પેંફલેટ, પોસ્ટરો, મોબાઈલ મેસેજીસ, સિનેમા સ્લાઇડ્સ વગેરે દ્વારા જાગરુક્ત કરવામાં આવ્યા.  પ્રચાર અભિયાન દરમિયાન રેલ્વે ક્રોસિંગને સલામત રીતે પાર કરવા માટેની સાવચેતીઓનેસમજાવવામાં આવી હતી અને "ઉતાવળ ન કરો", "નિયમોનું પાલન કરો", "કોઈ તમારી ઘરે રાહ જોઈ રહ્યું છે" વગેરે સૂત્રો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

રેલ્વે ક્રોસિંગ પર સંરક્ષા સુનિશ્ચિત કરવા માટે, અમદાવાદ ડિવિજન હંમેશા સજાગ રહે છે અને અકસ્માતોને રોકવા તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,આ અભિયાન દરમિયાન વેસ્ટર્ન રેલ્વે દ્વારા વિવિધ લેવલ ક્રોસિંગ ગેટ ઉપર સલામતી પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે.  લેવલ ક્રોસિંગ ગેટ્સ પર ચેતવણી મંડળ જણાવે છે કે લેવલ ક્રોસિંગ ગેટને ગેરકાયદેસર રીતે ક્રોસ કરવો એ શિક્ષાપાત્ર ગુનો છે અને આ કલમ 146, 147 અને 160 નો ભંગ થાય છે અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.  તેથી, આ અભિયાન દરમિયાન લેવલ ક્રોસિંગ ગેટ પાર કરનારા તમામ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને આ કાયદા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા જેથી કોઈપણ પ્રકારના અનિચ્છનીય અકસ્માતથી બચી શકાય.લોકોને સલામતીના નિયમોનું સન્માન કરવા અને જાગૃતિ માટે પ્રોત્સાહિત કરવા માટે સ્થાનિક અધિકારીઓ, આરપીએફ અને પોલીસ સાથે મળીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1726145) Visitor Counter : 116