સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટપાલ સેવાઓને લગતી સમસ્યાઓના નિરાકરણ અર્થે ડાક અદાલતનું આયોજન
Posted On:
10 JUN 2021 5:32PM by PIB Ahmedabad
ભારતીય ટપાલ વિભાગ ડાક સેવાઓને લગતી નાગરિકોની સમસ્યાઓ અને ફરિયાદોના નિરાકરણના હેતુથી ડાક અદાલતનું આયોજન કરવા જઈ રહ્યું છે. વર્ષ 2021 દ્નિતિય ત્રિમાસિક ડાક અદાલતનું આયોજન તારીખ 18-06-2021ના શુક્રવારના રોજ 11.00 વાગ્યે પોસ્ટ માસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે.
આ ડાક અદાલત દ્વારા લોકોની ફરિયાદોનો વ્યાજબી રીતે નિકાલ કરવાનો ઉદ્દેશ છે અને આ માટે પોસ્ટમાસ્ટર જનરલ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સાંભળશે તથા ફરિયાદના વ્યાજબી નિરાકરણ આપશે. આથી દરેક નાગરિકને આ પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા જણાવવામાં આવે છે કે ટપાલ સેવાઓને લગત ફરિયાદો આપ શ્રી કે. એસ. શુક્લ, સહાયક નિદેશક, ડાક સેવાઓ, પોસ્ટ માસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ને તારીખ 15-06-2021 સુધીમાં મળી જાય એ રીતે મોકલી આપશો. આ તારીખ બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં નહીં આવે જેની દરેકે ખાસ નોંધ લેવી.
સામાન્ય પ્રકારની ફરિયાદો કે નીતિ વિષયક બાબતોની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહીં તથા ફરિયાદો કોઈ એક મુદ્દા પર જ આપવાની રહેશે. એકથી વધુ મુદ્દાની ફરિયાદ પર ધ્યાન આપવામાં નહીં આવે જેની દરેક નાગરિકે ખાસ નોંધ લેવી. એક અરજીમાં ફરિયાદની વિગત ટૂંકમાં અને સ્પષ્ટ રીતે પૂરતી વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરમાં આપવાની રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725986)
Visitor Counter : 215