રેલવે મંત્રાલય

અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવે ક્રોસિંગ પર ઉજવાશે “આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરુકતા દિવસ”

Posted On: 08 JUN 2021 9:01PM by PIB Ahmedabad

રેલવે ક્રોસિંગ પર સુરક્ષા પ્રત્યે લોકોમાં  જાગરુકતા લાવવાના હેતુ થી અમદાવાદ ડિવિઝન દ્વારા 10 જૂન, 2021 નો દિવસ “આંતરરાષ્ટ્રીય લેવલ  ક્રોસિંગ  જાગરુકતા દિવસ” (ILCAD) તરીકે ઉજવાશે.

વરિષ્ઠ મંડળ sસંરક્ષા અધિકારી શ્રી એ વી પુરોહિતે જણાવ્યું હતું કે આ અભિયાનમાં મંડલના અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે.સાવધાની  રાખ્યા વગર રેલવે ક્રોસિંગ પાર કરવા સંબંધિત જોખમો પ્રત્યે  લોકોને જાગૃત કરાશે.રેલ યાત્રીઓની સાથે રોડનો ઉપયોગ કરનારાઓની સુરક્ષા માટે  એ જરુરી છે કે રોડ વાહન ચાલકે હંમેશા સાવધાનીપૂર્વક રેલવે ક્રોસિંગની બંને દિશાઓ તરફથી આવતી ટ્રેનો જોઈને જ સુરક્ષિત રીતે ક્રોસિંગ પાર કરવું.આ પ્રકારના  જાગરુકતા અભિયાન દ્વારા સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. વધુને વધુ લોકો સુધી આ અંગે જાગરુકતા ફેલાવવાના હેતુથી આ અભિયાન જુદા જુદા રેલવે ક્રોસિંગ પર ચાલશે.

સહાયક મંડળ સંરક્ષા અધિકારી શ્રી ગૌરવ સારસ્વતે માહિતી આપતા જણાવ્યું હતું કે રોડનો ઉપયોગ કરનારાઓને માહિતગાર કરવાના હેતુસર આ અભિયાન ડિવિઝનના જુદા જુદા રેલવે ક્રોસિંગ પર ચાલશે.

SD/GP/JD



(Release ID: 1725444) Visitor Counter : 103