રેલવે મંત્રાલય

અમદાવાદ અને હાવડા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડશે

Posted On: 07 JUN 2021 8:46PM by PIB Ahmedabad

મુસાફરોની માંગ અને વધારાની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલતંત્ર દ્વારા અમદાવાદ અને હાવડા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) ચલાવવાનું નક્કી કરાયું છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: -

●       ટ્રેન નંબર 02411/02412 અમદાવાદ-હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 08 ટ્રિપ્સ)

ટ્રેન નંબર 02411 અમદાવાદ-હાવડા સ્પેશિયલ, 09,16,23 અને 30 જૂન 2021 ના ​​રોજ 16:30 કલાકે અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે 05:15 કલાકે હાવડા પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 02412 હાવડા-અમદાવાદ સ્પેશિયલ 07,14,21 અને 28 જૂન 2021 ના ​​રોજ હાવડા થી 14:35 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:20 કલાકે અમદાવાદ પહોંચશે.

બંને દિશામાં આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બદનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, તાતાનગર અને ખડકપુર સ્ટેશનો ખાતે રોકાશે આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ સીટીંગના આરક્ષિત કોચ રહેશે.

ટ્રેન નંબર 02411 માટે બુકિંગ 08 જૂન 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

સ્ટોપેજ, ઓપરેટિંગ સમય, કમ્પોઝિશન, આવર્તન અને ટ્રેનોના કામકાજના દિવસો સંબંધિત વિગતવાર માહિતિ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

SD/GP/JD



(Release ID: 1725161) Visitor Counter : 114