રેલવે મંત્રાલય

07 થી 09 જૂન દરમિયાન ઝુલાસન અને કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 229 બંધ રહેશે

Posted On: 06 JUN 2021 7:19PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝન પર ઝુલાસન અને કલોલ સેકશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 229 કિમી.754/08-09 ઓવર હોલિંગ ના કાર્ય માટે 07 જૂન, 2021 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 09 જૂન, 2021 ના રોજ 20:00 વાગ્યા (કુલ 3 દિવસ) સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન  રેલવે ક્રોસિંગ નંબર 228 કિમી.753/06-07 નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD



(Release ID: 1724969) Visitor Counter : 113