રેલવે મંત્રાલય
પશ્ચિમ રેલ્વે દ્વારા ચાલુ છે દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય
1 એપ્રિલથી 10 મે 2021 સુધીમાં 8 મિલિયન ટન આવશ્યક સામગ્રી નું પરિવહન કરવામાં આવ્યું
Posted On:
12 MAY 2021 3:37PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલ્વેની ગુડ્સ અને પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશભર માં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરી રહી છે. એ જ ક્રમમાં ચાલુ રાખતા પશ્ચિમ રેલ્વેએ 1 એપ્રિલ, 2021 થી 10 મે, 2021 સુધી દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓને પરિવહન કરવા માટે 98 પાર્સલ ટ્રેનો ચલાવી છે. આ સમયગાળા દરમિયાન, ગુડ્સ ટ્રેનોમાં લોડિંગ 8 મિલિયન ટન નોંધાયું હતું, જે ગયા વર્ષના સમય ગાળામાં 5.22 મિલિયન ટન હતું, જે 53.26% નો વધારો છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલના કાર્યક્ષમ માર્ગદર્શન, પ્રેરણા અને સતત દેખરેખને કારણે આ સિદ્ધિઓ શક્ય બની છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, 1 એપ્રિલ, 2021 થી 10 મે, 2021 સુધી પશ્ચિમ રેલ્વેએ તેની વિવિધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 36 હજાર ટન થી વધુ વજનની ચીજવસ્તુઓ પરિવહન કરી છે, જેમાં કૃષિ પેદાશો, દવાઓ, તબીબી ઉપકરણો, માછલી, દૂધ વગેરે શામેલ છે. જેના પગલે આશરે 12.44 કરોડની આવક થઈ હતી. પશ્ચિમ રેલ્વે દ્વારા 14 હજાર ટનથી વધુ દૂધ વહન કરવામાં આવ્યું હતું સાથે જ 20 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને 100% વેગન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, 23 કોવિડ -19 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને 4593 ટન આવશ્યક ચીજવસ્તુઓ પરિવહન કરવામાં આવી હતી. આ ઉપરાંત, 8814 ટન વજનવાળા 17 ઇંડેંટેડ રેક્સ પણ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના ઉત્પાદનો અને આર્થિક તથા ઝડપી પરિવહન માટે નવા બજાર પૂરા પાડવા માટે, આ સમયગાળા દરમિયાન લગભગ 8733 ટન જેટલા કુલ ભારણ વાળી 38 કિસાન ટ્રેનો પણ વિવિધ મંડળોથી દોડાવવામાં આવી હતી.
શ્રી ઠાકુરે માહિતી આપી કે 1 એપ્રિલ, 2021 થી 10 મે, 2021 દરમિયાન, 8 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓની પરિવહન માટે કુલ 3837 રેક ગુડ્સ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 8464 માલવાહક ટ્રેનો ને અન્ય ઝોનલ રેલવે સાથે ઇન્ટર ચેન્જ કરવામાં આવી, જેમાં અલગ અલગ ઇન્ટર ચેન્જ પોઇન્ટ પર 39,413 ટ્રેનો ને હેન્ડઓવર કરવામાં આવી. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ એ (BDU) રેલવે બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહક યોજનાઓ સાથે મોજુદ વધુ સંભવિત માલ ગ્રાહકો સાથે લગાતાર સંપર્ક માં છે જેથી રેલવે દ્વારા તેમના માલની ઝડપી, વિશ્વસનીય, આર્થિક અને જથ્થાબંધ પરિવહન માટે પ્રોત્સાહિત કરી શકે.
(Release ID: 1717942)
Visitor Counter : 150