Ministry of Railways

પશ્ચિમ બંગાળ જતા રેલ્વે મુસાફરોએ નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ રાખવો ફરજિયાત


મુસાફરી દરમિયાન કોવિડ -19ના નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

Posted On: 06 MAY 2021 8:07PM by PIB Ahmedabad

કોવિડ -19 ના હાલના દૃશ્યને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ સરકારે તાજેતરમાં જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ તાત્કાલિક અસરથી આગામી 2 અઠવાડિયા માટે ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળ જતા મુસાફરોને 72 કલાકની અંદર તેમના ગંતવ્ય સ્ટેશન પર પહોંચતા પહેલા લેવામાં આવેલ નેગેટિવ આરટી-પીસીઆર અહેવાલ દર્શાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મુસાફરી દરમિયાન અને સ્ટેશન પર નિર્ધારિત રીતે માસ્ક પહેરવું ફરજિયાત છે. દરેકને સામાજિક અંતરના નિયમનું પાલન કરવું પડશે. મુસાફરોની આવશ્યકતા મુજબ સ્ટેશન પર ટેસ્ટ / ચેકઅપ કરવામાં આવશે. તમામ સ્ટેશનો પર મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. આથી મુસાફરોને વિનંતી છે કે, ટ્રેનના નિર્ધારિત સમય અગાઉ થી પહોંચે જેથી ભીડ ભાડ થી બચી શકાય.

મંડળ રેલ પ્રબંધક,અમદાવાદ શ્રી દિપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ, ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુરક્ષા અને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતીય રેલ્વે દ્વારા નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (SOP) અનુસાર, બધા મુસાફરોએ સ્ટેશનો પર અને મુસાફરી દરમિયાન માસ્ક અથવા ફેસ કવર પહેરવું આવશ્યક છે. ફેસ કવર ફક્ત તમને નહીં પરંતુ તમારા સહ-મુસાફરોને પણ કોવિડ -19 ના ચેપ થી સુરક્ષિત કરે છે. સંદર્ભમાં, અન્ય બાબતોની સાથે રેલવે રેલ પરિસરમાં થૂંકવા સહિત સ્વચ્છતાને અસર કરતી આવી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરે છે.

કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સ્ટેશન પરિસરમાં અથવા ટ્રેનોમાં થૂંકવું અથવા માસ્ક પહેરવાના કારણે થૂંકવું અથવા આવી અસ્વાસ્થ્યકર / અસ્વચ્છ પરિસ્થિતિનું સર્જન કરવાનું ટાળવું મહત્વપૂર્ણ છે, જે આપણા જીવન / જન સ્વાસ્થ્યને વિપરિત અસર કરી શકે છે. તદનુસાર, રેલ્વે પરિસરમાં અને ટ્રેનોમાં થૂંકવું તથા સમાન પ્રકૃતિનાં કૃત્યો રોકવા અને તમામ વ્યક્તિઓ દ્વારા ફેસ માસ્ક / ફેસ કવર પહેરવાનું સુનિશ્ચિત કરવા માટે, ભારતીય રેલ્વે (રેલ્વે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) નિયમ 2021 અનુસાર વિષય માટે અધિકૃત રેલ્વે ઓથોરિટી દ્વારા રેલ્વે પરિસરમાં અને ટ્રેનોમાં માસ્ક પહેરતા લોકો પાસેથી 500 રૂપિયા સુધીનો દંડ લેવાની જોગવાઈ છે. નિયમ આગામી સૂચના સુધી મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે.

મુસાફરોને અનુરોધ છે કે ગંતવ્ય રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવતી હેલ્થ એડવાઇઝરી અને દિશા નિર્દેશો વિશે પૂરતી માહિતી મેળવવા અને તેના પાલનની ખાતરી કરવા વિનંતી છે. પશ્ચિમ રેલ્વે મુસાફરો ને વિનંતી કરે છે કે તેઓ કોવિડ - 19 મહામારીના સંદર્ભમાં નિર્ધારિત પ્રોટોકોલ મુજબ તેમની રેલ મુસાફરી ની ખાતરી કરે.


(Release ID: 1716616) Visitor Counter : 148