રેલવે મંત્રાલય

કોરોના સામેના યુદ્ધમાં રેલ્વેની ભાગીદારી અમદાવાદ મંડળ એ તૈયાર કર્યા 19 આઇસોલેશન કોચ


સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 06 કોચ ઉપલબ્ધ રહેશે. કુલ 304 દર્દીઓ દાખલ થઈ શકશે.

કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફટોપ કૂલિંગ અને વિંડો કૂલર લગાવવામાં આવ્યા

Posted On: 03 MAY 2021 5:18PM by PIB Ahmedabad

 

હાલની પરિસ્થિતિમાં કોરોના સામેના યુદ્ધમાં પશ્ચિમ રેલ્વે દ્વારા પણ ભાગીદારી આપવામાં આવી રહી છેમંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે પડકારજનક સમયમાં અને મહામારી સામેની લડતમાં રેલ્વે હંમેશા અગ્રણી રહી છે.

શ્રી ઝા માહિતી આપી હતી કે સ્થાનિક પ્રશાસનની વિનંતી પર ટૂંક સમયમાં 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને ઉપલબ્ધ કરાયા છે. તેમાંથી 13 કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને ચાંદલોડિયામાં પ્લેટફોર્મ નંબર 02 પર 06 કોચ મૂકવામાં આવ્યા છે. તથા જ્યારે જરૂરી હોય ત્યારે કોચની સંખ્યા પણ વધારી શકાય છે. કોચમાં તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રત્યેક કોચમાં 8 વોર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં 16 દર્દીઓ રહી શકે છે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. એક વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે. દરેક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. તેના રિફિલિંગ ની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસન કરશે. દરેક વોર્ડમાં લીનન ની સુવિધા (બેડશીટ્સ, પિલો કવર સહિત) અને ત્રણ પ્રકારનાં ડસ્ટબિન (લાલ, પીળો, લીલો) હશે જે વેસ્ટ સેગ્રીગેશન સરળ બનાવશે.

તેમના મતે કોચની બંને બાજુની બારી મચ્છરદાની થી ઢંકાયેલી છે અને બાથરૂમમાં જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી છે. દરેક કોચમાં આપાતકાલીન પરિસ્થિતિઓથી બચાવવા માટે બે ફાયર ફાઈટીંગ સાધનો રાખવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા કોચમાં દાખલ દર્દીઓ માટે દવાઓ અને અન્ય તબીબી ઉપકરણો તથા મેડિકલ ટીમ ઉપલબ્ધ કરવામાં આવશે. કોચમાં ઠંડક જળવાઈ રહે તે માટે રૂફટોપ પર પાટની બોરીઓ મૂકીને સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓ પરેશાન થાય તે માટે દરેક વોર્ડમાં એક કુલર લગાવવામાં આવ્યું છે.

સાબરમતીના માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ રાણા (IAS) રેલવે અધિકારીઓની ટીમ સાથે કોચની નિરીક્ષણ કરી જરૂરી સંસાધનો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. કોચનું વધુ સારું સંકલન જાળવવા રેલ્વે વતી શ્રી અતુલ ત્રિપાઠી સહાયક વાણિજ્ય પ્રબંધક અને .એમ.સી. વતી શ્રી કિરણ વનાલીયા નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

*************************



(Release ID: 1715700) Visitor Counter : 129