સંરક્ષણ મંત્રાલય
એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયાએ SWAC કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંબોધન આપ્યું
Posted On:
30 APR 2021 12:54PM by PIB Ahmedabad
ભારતીય વાયુસેનાના ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા PVSM AVSM VM ADCએ 29 એપ્રિલ 2021ના રોજ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના કમાન્ડર્સને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું.
SWAC એર ફોર્સ બેઝિસના કમાન્ડર્સને સંબોધન દરમિયાન, એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયાએ વર્તમાન સુરક્ષા સ્થિતિ, ભૂ-રાજકીય પરિસ્થિતિ અને વિવિધ આકસ્મિક સ્થિતિઓ તેમજ જોખમોનો સામનો કરવામાં IAFની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કમાન્ડર્સને આધુનિક વિકાસ અને ઉભરતી ટેકનોલોજીથી પોતાને અપડેટ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેથી તેમના જવાબદારીના કમાન્ડ એરિયામાં પરિચાલન ક્ષમતાઓને મહત્તમ સ્તરે લઇ જઇ શકાય.
કમાન્ડર્સે પરિચાલન, જાળવણી અને પ્રશાસન ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ બદલ તેમને વિવિધ ટ્રોફી એનાયત કરવાની પણ આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી. જોધપુરના એર ફોર્સ સ્ટેશનને શ્રેષ્ઠ સ્ટેશન (પરિચાલન) અને જામનગરના એર ફોર્સ સ્ટેશનને શ્રેષ્ઠ સ્ટેશન (જાળવણી) માટેની તેમજ નલિયાના એર ફોર્સ સ્ટેશનને શ્રેષ્ઠ સ્ટેશન (પ્રશાસન)ની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
તમામ સ્ટેશનોની પરિચાલન ક્ષમતાઓ વિશે સંતોષ વ્યક્ત કરતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એર માર્શલ સુરેન્દ્ર કુમાર ઘોટિયા PVSM VSM ADC એ કમાન્ડર્સને પૂર્વ-સક્રિય અભિગમ સાથે પોતાની ઉત્તમ કામગીરી ચાલુ રાખવા માટે કહ્યું હતું જેથી, SWACની પરિચાલન તૈયારીઓ તેના મહત્તમ સ્તરે હંમેશા જાળવી શકાય.
******************************
PR GNR/NM/MKS/55/2021
(Release ID: 1715010)
Visitor Counter : 142