રેલવે મંત્રાલય
ઉનાળા દરમિયાન પ્રવાસીઓની મુસાફરી સુલભ બને તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
ઉનાળામાં વધારાની ભીડની માંગને પહોંચી વળવા માટે 1 એપ્રિલથી 15 એપ્રિલ, 2021 સુધીમાં 234 ટ્રેનો વિવિધ સ્થળો માટે કાર્યરત
સ્ટેશનો અને ટ્રેનોમાં યોગ્ય કોરોના પ્રોટોકોલ ની ખાતરી કરવા માટે આરપીએફ સુરક્ષા અને ટિકિટ ચેકિંગ કર્મચારીઓની જમાવટ માં વધારો
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો પાસેથી કોવિડ -19 શિષ્ટાચાર અને સૂચિત પ્રોટોકોલ અનુસરવા અપીલ
Posted On:
17 APR 2021 7:29PM by PIB Ahmedabad
ફોટો કેપ્શન: ટિકિટ ચેકિંગ સ્ટાફ તેમજ આરપીએફ / જીઆરપીના જવાનો સ્ટેશનો પર તૈનાત કરવામાં આવ્યા છે જેથી સુનિશ્ચિત થાય કે મુસાફરો કોવિડ સાથે સંબંધિત ધારાધોરણો, પ્રોટોકોલ અને એસઓપીનું પાલન કરી રહ્યા છે, જેમાં સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરવાનો સમાવેશ છે, અન્ય ફોટામાં આર.પી.એફ. કર્મચારી કોવિડ - 19 ને લગતું યોગ્ય વર્તન સુનિશ્ચિત કરવા મુસાફરોને સ્ટેશનો અને ટ્રેનોમાં પ્રોત્સાહિત કરે છે.
ઉનાળા દરમિયાન વધારે ભીડને લીધે મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા સમર વિશેષ ટ્રેનોનું સંચાલન, હાલની ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવા, ફેસ્ટિવલ વિશેષ ટ્રેનોનો વિસ્તરણ વગેરે સહિત ઉત્તર અને પૂર્વ ભારતમાં જતી ટ્રેનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં વિવિધ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેશનો અને ટ્રેનો માં કોવિડ -19 વ્યવહાર સંબંધિત સૂચિત પ્રોટોકોલો નું પાલન સુનિશ્ચિત કરવા માટેના વિવિધ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ હાલમાં કુલ 266 નિયમિત વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મુસાફરોની વધતી માંગ અને સુવિધા માટે 38 સમર સ્પેશિયલ ટ્રેનો ની કુલ 196 ટ્રીપની જાહેરાત કરવામાં આવી છે. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે મુસાફરીની પ્રાથમિકતા ના ધોરણે માંગને પહોંચી વળવા માટે, એપ્રિલ 2021 ના મહિનામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વીય ભારતના વિસ્તારો માટે 10 એપ્રિલ, 2021 થી 17 ખાસ સમર વિશેષ ટ્રેનોની 61 ટ્રીપની જાહેરાત કરવામાં આવી છે. પરિણામે, 96110 વધારાની બેઠકો / બર્થ એટલે કે 6500 બર્થ / બેઠકો એપ્રિલના બાકીના સમયગાળા દરમિયાન દરરોજ આપવામાં આવશે. આ ઉપરના વિસ્તારો માટે દરરોજ સરેરાશ 18 થી 20 ટ્રેનોમાં 28000-30000 બર્થ / સીટો ઉપરાંત, 30 જૂન 2021 સુધી 30 જોડી ફેસ્ટિવલ વિશેષ ટ્રેન નો વિસ્તાર કરવામાં આવ્યો છે, જેમાંથી 13 જોડી ટ્રેનો દેશના ઉત્તરી અને પૂર્વીય ભાગમાં કાર્યરત છે. ઉપરોક્ત ઉપરાંત, પશ્ચિમ રેલ્વેએ એપ્રિલ, 2021 ના મહિનામાં વધારાનો ધસારો ઘટાડવા માટે હાલની ટ્રેનોમાં 233 થી વધુ વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ, 2021 માં, પશ્ચિમ રેલવેએ વધારે ભીડ ઓછી કરી છે આ કરવા માટે, હાલની ટ્રેનોમાં અસ્થાયી રૂપે 575 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. નિયમિત અને વિશેષ ટ્રેનો ની પ્રતીક્ષા યાદીનું મોનિટરિંગ રીઅલ ટાઇમ ધોરણે કરવામાં આવી રહ્યું છે તથા તદનુસાર, વેઇટિંગ લિસ્ટ કલિયર કરવા માટે વધારાની નવી વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના તૈયાર કરવામાં આવશે. 1 એપ્રિલથી 15 એપ્રિલ, 2021 દરમિયાન, વિવિધ સ્થળો માટે 234 ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાંથી 68 ટ્રેનના કુલ 246 રાઉન્ડ ઉત્તર / પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ તરફ ફેરવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે 16 એપ્રિલ 2021 ના રોજ, પશ્ચિમ રેલ્વે દ્વારા કુલ 119 ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાંથી 39 ટ્રેનો ઉત્તર અને પૂર્વી રાજ્યો તરફ દોડાવવામાં આવી હતી.
- સ્ટેશનો પર ભીડ સંચાલન માટે વિવિધ પગલા
સ્ટેશનો પર ભીડ ના સંચાલન માટે અપનાવવામાં આવેલા વિવિધ પગલાં વિશે માહિતી આપતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે સ્ટેશનો તેમજ ટ્રેનોમાં સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા છે. મુસાફરોને મદદ અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે પશ્ચિમ રેલ્વેના મોટા સ્ટેશનો પર પૂરતા પ્રમાણમાં આરપીએફ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. મુસાફરોની ભીડ વ્યવસ્થિત કરવા અને ભીડના સુવ્યવસ્થિત સંચાલન માટે આરપીએફ / જીઆરપીના જવાનોની ગોઠવણ કરવામાં આવી છે. ટ્રેનમાં સવાર મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ પશ્ચિમ રેલ્વેના 28 સ્ટેશનો પર એન્ટ્રી પોઇન્ટ પર મુકાયેલા આરપીએફ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. તેઓ એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છે કે મુસાફરો કોવિડ -19 સંબંધિત ધોરણો, પ્રોટોકોલ અને એસઓપીનું પાલન કરે છે અને તેમના મુસાફરોને મુસાફરી દરમિયાન તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અનધિકૃત મુસાફરોને તપાસી અને ખાતરી કરવા કે ટિકિટ વાળા મુસાફરો જ ટ્રેનમાં ચઢે છે તેની ખાતરી કરવા માટે ટિકિટ ચેકિંગ વધારવામાં આવ્યું છે.
સ્ટેશનોની તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર આરપીએફ / જીઆરપી જવાનો સાથે ચેકીંગ સ્ટાફ તૈનાત કરાયો છે. સંબંધિત રાજ્ય સરકાર દ્વારા કોવિડ -19 યોગ્ય પ્રોટોકોલની ખાતરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોવિડના ઉચિત વ્યવહાર જેવા કે તમામ મુસાફરો દ્વારા માસ્ક પહેરવા, સેનિટાઇઝર અને હેન્ડવોશ વગેરેનો ઉપયોગ કરવા જેવા સંદેશાઓના સ્ટેશનો પર નિયમિત ઘોષણા કરવામાં આવી રહી છે, તેમજ વેબકાર્ડ્સ દ્વારા આ અંગે વિસ્તૃત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયો વગેરે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.
(Release ID: 1712465)
Visitor Counter : 102