સંરક્ષણ મંત્રાલય

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ જૈસલમેર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

Posted On: 13 APR 2021 1:56PM by PIB Ahmedabad

        દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADC, 12 એપ્રિલ 2021ના રોજ જૈસલમેલ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

 

        AOC-ઇન-Cને તેમના આગમન સમયે 'ગાર્ડ ઓફ ઓનર' પ્રસ્તૂત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને જૈસલમેર એર ફોર્સ સ્ટેશનના સ્ટેશન કમાન્ડર ગ્રૂપ કેપ્ટન અમરદીપ સિંહ પન્નુ VM સ્ટેશનની વર્તમાન પરિચાલન તૈયારીઓ અને પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. એર માર્શલે બેઝ ખાતે વિવિધ પરિચાલન ઇન્સ્ટોલેશન્સનું નિરીક્ષણ કર્યું હતું અને સ્ટેશનના કર્મીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સંગઠનાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ગતિશિલ અભિગમ અપનાવવાની જરૂરિયાતને રેખાંકિત કરી હતી અને કર્મીઓને એરફોર્સની વિવિધ ગૌરવપૂર્ણ પરંપરાઓ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.



(Release ID: 1711409) Visitor Counter : 81