રેલવે મંત્રાલય
અમદાવાદ મંડળથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી જવાવાળા માટે 20 થી વધુ સ્પેશિયલ ટ્રેનો ઉપલબ્ધ
પશ્ચિમ રેલ્વે દ્વારા સતત વેઇટિંગ લીસ્ટ પર નજર
મુસાફરોને કોવિડ નિયમોનું પાલન કરવા વિનંતી
Posted On:
09 APR 2021 5:37PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલ્વે હાલમાં ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સુવિધા માટે મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો ચાલવી રહી છે. અમદાવાદ મંડળના ડીઆરએમ શ્રી દીપક કુમાર ઝાએ પ્રેસ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે મુસાફરોને ચિંતા કરવાની અને ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. મંડળના ગાંધીધામથી ભાગલપુર અને પુરી સુધી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. તેજ રીતે અમદાવાદથી બરૌની, સુલતાનપુર, ગોરખપુર, લખનઉ, યોગ નગરી ઋષિકેશ, ગ્વાલિયર, આગ્રા, મુઝફ્ફરપુર, પટના, દરભંગા, વારાણસી અને પુરી સુધી 20 થી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
તેમણે ખાતરી આપી કે અમે સતત વેઇટિંગ લીસ્ટ પર નજર રાખી રહ્યા છીએ અને આગામી સમયમાં વધારાના કોચ ઉમેરવાની યોજના છે. મુસાફરોને વિનંતી છે કે મહામારીના આ સંકટ દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું કડક પાલન કરો અને સલામત મુસાફરી કરો.
(Release ID: 1710697)
Visitor Counter : 102