સંસ્કૃતિ મંત્રાલય

દાંડી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલ ચિત્ર પ્રદર્શનનું સુરતના સાંસદશ્રીના હસ્તે થયું ઉદ્ધાટન


આઝીદીની ગાથાને વર્ણવતું ચિત્ર પ્રદર્શન યુવાપેઢીમાં રાષ્ટ્રપ્રેમ ઉભો કરશેઃ દર્શનાબેન જરદોશ

સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની જાણકારી સાથેના દુર્લભ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન

Posted On: 01 APR 2021 3:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શરુ કરેલ દાંડીયાત્રા દાંડી ખાતે પહોંચે તે પહેલાં લોકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળની ઝાંખી કરાવતું અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સચિત્ર જાણકારી આપતા ચિત્ર પ્રદર્શનનું  દાંડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે ખરેખર આનંદની વાત છે અને ચિત્ર પ્રદર્શનનું આયોજન અભિનંદનને પાત્ર છે.   કેમ કે આઝાદીની લડાઇ અને લડાઇને લડનારા સ્વાતંત્ર્યવીરોના બલિદાનને યાદ રાખવા અને આવનાર પેઢીને પણ તેની જાણકારી આપતી રહેવી તે આપણા સૌની ફરજ છેઆઝાદીની ગાથાને વર્ણવતું ચિત્ર પ્રદર્શન યુવાપેઢીમાં રાષ્ટ્રપ્રેમ ઉભો કરશેદાંડી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજીત ચિત્ર પ્રદર્શનના ઉદધાટન સમારોહમાં સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશે વાત કહી હતી.

 

        કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો,અમદાવાદ અને ગુજરાત રાજ્ય માહિતી ખાતુ, ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે નવસારી જિલ્લાના દાંડીના રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકના વર્કશોપ હોલ ખાતે આયોજીત ચિત્ર પ્રદર્શનને સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉદધાટન પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા તેમજ પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના એડીજી ડૉ.ધીરજ કાકડિયા, ભારત સરકારના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના પ્રદર્શન અધિકારી સુમનબેન મછાર, યોજના પ્રકાશન વિભાગના એડિટર જ્હાનવીબેન પટેલ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી, પ્રદર્શન ઇન્ચાર્જ અધિકારી જીતેન્દ્ર યાદવ  તેમજ નવસારી જિલ્લા અને જલાલપોર તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

  

        પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા ડૉ.ધીરજ કાકડિયાએ  જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ વિષયને લઇને તૈયાર કરેલા ચિત્ર પ્રદર્શનમાં આઝાદી માટેના સંધર્ષના મુખ્ય સીમાચિન્હો જેવાં કે અસહકારનું આંદોલન, સવિનય કાનુનભંગ, દાંડીકૂચ, ભારત છોડો આંદોલન વગેરે આઝાદીની ચળવળો તેમજ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવાં આઝાદીના ચળવળમાં ભાગ લેનાર અને દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગાદન દેનાર સ્વાતંત્ર સેનાનીઓ, રાષ્ટ્રિય નેતાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યાં છે. દેશભરમાં 75 અઠવાડિયા સુધી ચાલનાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં દેશનો પ્રત્યેક નાગરિક જોડાય અને મહોત્સવ જન-જનનો મહોત્સવ બને તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન આવનાર દિવસોમાં પણ થવાનું છે. જેના ભાગરુપે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. વધુમાં તેમણે દાંડી ગામ સહિત આસપાસના ગામોના વધુને વધુ લોકો ચિત્ર પ્રદર્શનને નિહાળે તે માટે તેનો બહોળો પ્રચાર કરવા મીડિયાકર્મીઓને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દાંડીના રાષ્ટ્રીય સ્મારકના વર્કશોપ હોલમાં આયોજીત ચિત્ર પ્રદર્શન 1 થી 5 એપ્રિલ પાંચ દિવસ સુધી સવારે 10.30 થી સાંજના 06.00 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રાખવામાં આવશે.

SD/GP/JD



(Release ID: 1708973) Visitor Counter : 922