રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડીઆરયુસીસીની ત્રીજી બેઠકનું આયોજન

Posted On: 25 MAR 2021 9:12PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર વર્ષ 2020-21 માટે રચાયેલી મંડળ રેલ ગ્રાહક સલાહકાર સમિતિની ત્રીજી બેઠક હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં, સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવે વર્ચુઅલ માધ્યમથી ઉપસ્થિત તમામ માનનીય સભ્યોનું સ્વાગત કર્યું હતું. દરમિયાન પાવર પ્રેઝન્ટેશન દ્વારા બોર્ડની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

મંડળ રેલ પ્રબંધક અને સમિતિના અધ્યક્ષ શ્રી દિપકકુમાર ઝાએ તમામ માનનીય સભ્યોને માહિતી આપી હતી કે લોકડાઉન સમયગાળામાં પણ રેલ્વેના પૈડા સતત ચાલતા રહ્યા હતા અને પેસેન્જર ટ્રેનો બંધ હોવા છતાં પણ ફ્રેઇટ ગાડીઓ નિરંતર ચાલુ રહી હતી તથા ખુશીની વાત છે કે વિપરીત સંજોગોમાં પણ, મંડળ તેના ફ્રેઇટ આવકના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે તૈયાર છે અને ડબ્લિંગ ઇલેક્ટ્રિફિકેશન અને ડીએફસી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોએ પણ વેગ પકડ્યો છે.

તેમણે આશા વ્યક્ત કરી કે કામો પૂર્ણ થવા પર અમે અમારા સન્માનિત મુસાફરો અને ફ્રેઇટ ગ્રાહકોને વધુ સુવિધાઓ આપી શકીશું.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત સભામાં ઉપસ્થિત માનનીય સભ્યોએ તેમના ક્ષેત્રને લગતી મુસાફરોની સુવિધા વધારવા, હાલમાં પ્રગતિ તરફ દોરી રહેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા અને તેમના ક્ષેત્રની સમસ્યાઓ વહેલી તકે ઉકેલ લાવવા ચર્ચા કરી હતી. ડીઆરએમ શ્રી ઝાએ તેઓને તેમની યોગ્ય માંગણીઓ અંગે તુરંત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

બેઠકમાં અશ્વિન વણકર, ભૂપેન્દ્ર ઠાકુર, દેવજીભાઇ પટેલ, ગિરીશ રાજગોર, જગદીશ નાહટા, જયેન્દ્ર વાઘેલા, જિતેન્દ્ર જૈન, કલ્પેશ પટેલ, કામના વ્યાસ, કિન્નરી દેસાઈ, પ્રણવ અગ્રવાલ, રાજેન્દ્ર સિંહ ઝાલા, પારસમલ નાહટા, રવિ સનાડા, સંજય લેઉવા, શૈલેષ ચૌધરી, વિક્રમ ઠાકોર, વિષ્ણુ કાંત નાયક, વિજય પંડયા, અંબાલાલ રંગવાની, બાબુભાઇ ચૌધરી, માનજી ​​આહિર, રમેશ દેસાઇ, સુરેશ પટેલ અને અમદાવાદ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકના અંતે ડીસીએમ શ્રી સુનિલ ગુપ્તાએ બેઠકને સફળ બનાવવા દરેકના સહયોગ અને અમૂલ્ય સૂચનો બદલ આભાર માન્યો. એસીએમ શ્રી અતુલ ત્રિપાઠીએ બેઠકનું સંચાલન કર્યું હતું.


(Release ID: 1707649) Visitor Counter : 90