સંરક્ષણ મંત્રાલય

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ જોધપુર એર ફોર્સ સ્ટેશન ખાતે એર ફોર્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 24 MAR 2021 7:57PM by PIB Ahmedabad

ભારતીય વાયુ સેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCએ 24 માર્ચ 2021ના રોજ જોધપુર એર ફોર્સ સ્ટેશન ખાતે એર ફોર્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. 

આ મ્યુઝિયમમાં ભારતીય વાયુ સેનાના ભવ્ય ઇતિહાસ અને ખાસ કરીને જોધપુર એર ફોર્સ સ્ટેશનના ઉડ્ડયન ઇતિહાસને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ભાવિ પેઢીઓને ભારતીય વાયુ સેનામાં જોડાવા માટે પ્રોત્સાહન આપવાના આશયથી તેને તૈયાર કરવામાં આવ્યું છે.

 


(Release ID: 1707366) Visitor Counter : 157