રેલવે મંત્રાલય

ધાંગધ્રા-સામાખ્યાલી સેકશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.

Posted On: 20 MAR 2021 7:51PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝનના ધાંગધ્રા-સામાખ્યાલી સેકશનના સુરવરી, માલિયા મિયાના અને ધાંગધ્રા સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે: -

1. ટ્રેન નંબર 04311 બરેલી-ભુજ સ્પેશિયલ 20 અને 23 માર્ચ 2021 ના રોજ ડાયવર્ટ રૂટ પાલનપુર - ભીલડી - સામાખ્યાલી થઈને ચાલશે.

2. ટ્રેન નંબર 09336 ઇન્દોર-ગાંધીધામ સ્પેશિયલ 21 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે રદ રહેશે.

3. ટ્રેન નંબર 09003 બાંદ્રા ટર્મિનસ - ભુજ સ્પેશિયલ 21 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ભુજ વચ્ચે રદ રહેશે.

4. ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગલુરુ-ગાંધીધામ સ્પેશિયલ 20 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે રદ રહેશે.

5. ટ્રેન નંબર 01192 પુણે - ભુજ સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ભુજ વચ્ચે રદ રહેશે.

6. ટ્રેન નંબર 09335 ગાંધીધામ - ઇન્દોર સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી ઇન્દોર માટે ચાલશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.

7. ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી બાંદ્રા ટર્મિનસ માટે ચાલશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.

8. ટ્રેન નંબર 06505 ગાંધીધામ - કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ 23 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી કેએસઆર બેંગલુરુ માટે ચાલશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે રદ કરવામાં આવશે.

9. ટ્રેન નંબર 01191 ભુજ-પુણે સ્પેશિયલ 24 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી પુણે માટે ચાલશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.

10. ટ્રેન નંબર 04312 ભુજ - બરેલી સ્પેશિયલ 23 અને 24 માર્ચ 2021 ના રોજ ડાઈવર્ટ રૂટ સામાખ્યાલી - ભીલડી - પાલનપુર થઇને ચાલશે તથા ભુજથી 17:05 વાગ્યે ચાલશે.

11. ટ્રેન નંબર 09116/09115 ભુજ-દાદર- ભુજ સ્પેશિયલ 21 થી 23 માર્ચ 2021 સુધી સંપૂર્ણ રદ રહેશે.

12. ટ્રેન નંબર 02974 પુરી - ગાંધીધામ સ્પેશિયલ 20 માર્ચ 2021 ના રોજ અને ટ્રેન નંબર 02973 ગાંધીધામ - પુરી સ્પેશિયલ 24 માર્ચ 2021 ના રોજ અમદાવાદ - ગાંધીધામ - અમદાવાદ વચ્ચે આંશિક રુપે રદ રહેશે.



(Release ID: 1706337) Visitor Counter : 90