સંરક્ષણ મંત્રાલય
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયાએ માઉન્ટ આબુ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
Posted On:
16 MAR 2021 7:22PM by PIB Ahmedabad
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયા, PVSM VSM ADCએ 16 માર્ચ 2021ના રોજ માઉન્ટ આબુ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે, એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ શ્રીમતી નિર્મલા ઘોટિયા પણ જોડાયા હતા. સ્ટેશન ખાતે સ્ટેશન કમાન્ડર ગ્રૂપ કેપ્ટન વિકાસ વર્મા અને તેમના પત્ની શ્રીમતી વંદના વર્માએ તેમને આવકાર્યા હતા.
આ મુલાકાત દરમિયાન, એર માર્શલે તમામ પરિચાલન ઇન્સ્ટોલેન્શનનું નિરીક્ષણ કર્યું હતું અને સ્ટેશનના કર્મીઓ દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે વાયુ યોદ્ધાઓને સર્વોચ્ચ નિષ્ઠા સાથે તેમની ફરજ નિભાવવા માટે અનુરોધ કર્યો હતો અને ઉચ્ચતમ સ્તરની પરિચલાનની તૈયારીઓ રાખવા માટે જણાવ્યું હતું. તેમણે, સ્ટેશન ખાતે એક જીમ સુવિધાનું ઉદ્ધાટન કર્યું હતું અને જીવનમાં બહેતર તણાવ વ્યવસ્થાપન પર ભાર મૂક્યો હતો.
શ્રીમતિ નિર્મલા ઘોટિયાએ વિવિધ વેલફેર પ્રવૃત્તિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્ટેશનની સંગિનીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ એસોસિએશન પ્રત્યે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
(Release ID: 1705236)
Visitor Counter : 165