વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પ્રદૂષિત જળના વિપુલ જથ્થા માટે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ – CSIR-CMERI એ વિક્સાવેલ શુદ્ધિકરણ ટેક્નોલોજી અપનાવવાનો નાના અને મધ્યમ ઉદ્યોગોને અનુરોધ કરતા ડૉ.હરિશ હિરાણી
એમએસએમઈ માટે વિકેન્દ્રીકૃત શુદ્ધિકરણ ટેક્નોલોજી અંગે ખાસ બેઠકનું આયોજન
Posted On:
16 MAR 2021 5:15PM by PIB Ahmedabad
પશ્ચિમ બંગાળમાં સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ એમએસએમઇ-ડીઆઇ, અમદાવાદ સાથે સંયુક્તપણે 16 માર્ચ, 2021ના રોજ એમએસએમઇ-ડીઆઇ, અમદાવાદ ઓફિસમાં સીએસઆઇઆર-સીએમઇઆરઆઈ વિકસિત ટેકનોલોજીઓ પર એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ વિવિધ ઉદ્યોગોને જુદાં જુદાં લાભ પ્રદાન કરવાની રીતો શોધવા અને સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ વિકસાવેલી ટેકનોલોજીઓ પર ચર્ચા વિચારણા કરવાનો હતો. બેઠકમાં વિશેષ ભાર પ્રદૂષિત જળના મોટા જથ્થાને શુદ્ધ કરવા સાથે સંબંધિત ટેકનોલોજી પર આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં મુખ્ય વક્તા તરીકે સીએસઆઇઆર-સીએમઇઆરઆઈના ડાયરેક્ટર પ્રોફેસર (ડો.) હરિશ હિરાણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમએસએમઇ-ડીઆઇ, અમદાવાદના જોઈન્ટ ડાયરેક્ટર અને એચઓડી શ્રી વિકાસ ગુપ્તા, એમએસએમઇ-ડીઆઇ, અમદાવાદના આઇઇડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પી એન સોલંકી, ગુજરાત કેમિકલ એસોસિએશન, અમદાવાદના પ્રેસિડન્ટ ડો. જૈમિન વસા, ડાયસ્ટફ મેનુફેક્ચરિંગ એસોસિએશન, અમદાવાદના પ્રેસિડન્ટ શ્રી રમેશ એમ પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન શ્રી શ્રેણિક મર્ચન્ટ, ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત આઇઆઇટીના પ્રોફેસર ચિન્મોય ઘોરોઈએ વિવિધ ટેકનોલોજી પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોએ બધી ટેકનોલોજીઓની પ્રશંસા કરી હતી અને જોડાણ કરવા માટે ઇચ્છા પ્રકટ કરી હતી.
પ્રોફેસર હિરાણીએ સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ વિકસાવેલી ટેકનોલોજીઓ પર વિગતવાર રજૂઆત કરી હતી, જેમાં શુદ્ધિકરણના વિવિધ માપદંડોને આધારે નકામા પાણીની વિસ્તૃત ટ્રીટમેન્ટ સહિત ઉદ્યોગોને સંપૂર્ણ સમાધાન પ્રદાન કરવાની સાથે જળ શુદ્ધિકરણ ટેકનોલોજીઓ સામેલ હતી. સીએસઆઇઆર-સીએમઇઆરઆઈ જળ પરીક્ષણ સુવિધાઓ પાણીના સ્થાનિક માપદંડોની આકારણીની સુવિધા આપી શકે છે અને પછી સ્થાનિક સરકારી સત્તામંડળ સાથે જોડાણ કરી શકે છે. સીએસઆઇઆર-સીએમઇઆરઆઇ દ્વારા વિકસાવેલી મિકેનાઇઝ ડ્રેનેજ ક્લીનિંગ સિસ્ટમ પ્રદૂષિત જળના પ્રસારને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે, કારણ કે આ નહેરને ચોખ્ખી કરીને એને બંધ થતી અટકાવે છે અને વિકેન્દ્રીકૃત શુદ્ધિકરણ પ્રક્રિયા મારફતે પાણીને શુદ્ધ કરે છે.
જ્યારે એમએસએમઇ સાથે જોડાણ થઈ શકશે, ત્યારે સીએસઆઇઆર-સીએમઇઆરઆઈની વાજબી અને ટકાઉ જળ શુદ્ધિકરણ ટેકનોલોજીઓનો અસરકારક રીતે અમલ થઈ શકશે.
પ્રોફેસર હિરાણીએ એવું પણ ઉમેર્યું હતું કે, સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ ઘન કચરાનું વિકેન્દ્રિકરણ હાંસલ કરવામાં મદદરૂપ થતી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ ટેકનોલોજી વિકસાવી છે. સીએસઆઇઆર-સીએમઇઆરઆઈનો મુખ્ય ઉદ્દેશ અદ્યતન અલગીકરણ ટેકનોલોજીઓ મારફતે કચરાનું વર્ગીકરણ કરવાની જવાબદારીમાંથી ઘરોનું ભારણ ઘટાડવાનો છે.
ઉદ્યોગના અધિકારીઓ સાથે સંવાદ દરમિયાન હિરાણીએ જણાવ્યું હતું કે, મજબૂત ભાગીદારી માટે અને ઉદ્યોગના પાણીના પ્રદૂષણ સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા માટે સીએસઆઇઆર-સીએમઇઆરઆઇ, એમએસએમઇ, ઉદ્યોગસાહસિકો, સ્થાનિક સરકારો અને ઉદ્યોગપતિઓ વચ્ચે જોડાણ મદદરૂપ થઈ શકે છે. સ્થાનિક ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ચોક્કસ સમસ્યાઓનું સમાધાન કરવા ટેકનોલોજીનો કસ્ટમાઇઝ કરી શકાશે. સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ વિકસાવેલી જળ શુદ્ધિકરણ ટેકનોલોજીઓ 56 રજિસ્ટર્ડ એમએસએમઇ કંપનીઓને હસ્તાંતરિત કરવામાં આવી છે.
એમએસએમઇ-ડીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર અને એચઓડી શ્રી વિકાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ વિકસાવેલી સતત જળ શુદ્ધિકરણ ટેકનોલોજીઓ ઉદ્યોગને સંપૂર્ણ સમાધાન પ્રદાન કરીને સમાજમાં નોંધપાત્ર અસર ધરાવે છે. તેમણે વિસ્તારના વ્યવસાયિક સમુદાયને તમામ સંકલન અને એમએસએમઈને જરૂરી સહાય પ્રદાન કરવાની ખાતરી આપી હતી, જેથી તેમને સીએસઆઇઆર-સીએમઇઆરઆઈ જેવી ઉત્કૃષ્ટ સંસ્થાની અદ્યતન ટેકનોલોજી પ્રાપ્ત થાય.
ગુજરાત કેમિકલ એસોસિએશન, અમદાવાદના પ્રેસિડન્ટ ડો. જયમિન વસાએ એમએસએમઇ-ડીઆઇ અમદાવાદનો સીએસઆઇઆર-સીએમઇઆરઆઈ, દુર્ગાપુર સાથે આ પ્રકારનો માહિતીપ્રદ સંવાદ અને ટેકનિકલ બેઠક યોજવા બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમારે સીએસઆઇઆર-સીએમઇઆરઆઈ દ્વારા વિકસાવેલી આ પ્રકારની ટેકનોલોજીઓની અતિ જરૂર છે અને અમને એમએસએમઇ અને સીએસઆઇઆર-સીએમઇઆરઆઈ સાથે કામ કરવામાં રસ છે.
એમએસએમઇ-ડીઆઇ, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર, આઇઇડીએસ શ્રી પી એન સોલંકીએ તમામ ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ઔદ્યોગિક જળ શુદ્ધિકરણ અને ટ્રીટમેન્ટ માટે સીએસઆઇઆર-સીએમઇઆરઆઈ સાથે સંયુક્તપણે અને સક્રિયપણે કામ કરવાની અપીલ કરી હતી. શ્રી સોલંકીએ ગુજરાતમાં ઔદ્યોગિક જળ પ્રદૂષણને કારણે સીએસઆઇઆર-સીએમઇઆરઆઈની ટેકનોલોજીઓ સ્વસ્થ પ્રાદેશિક ઇકોલોજી ઊભી કરવા માટે એમએસએમઇને ઉપયોગ થશે એવું પણ જણાવ્યું હતું.
****
SD/GP/DK
(Release ID: 1705160)
Visitor Counter : 246