રેલવે મંત્રાલય
16 માર્ચથી અમદાવાદ - પુણે દુરંતો સ્પેશ્યલ ચાલશે
Posted On:
13 MAR 2021 7:53PM by PIB Ahmedabad
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને કોવિડ -19 પહેલા ચલાવવામાં આવતી અમદાવાદ - પુણે દુરંતો એક્સપ્રેસને ફરીથી ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે: -
- ટ્રેન નંબર 02297/02298 અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો સ્પેશ્યલ (અઠવાડિયામાં 3 દિવસ)
ટ્રેન નંબર 02297 અમદાવાદ - પુણે સ્પેશ્યલ 16 માર્ચ 2021 થી દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી રાત્રે 22:30 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 07:10 વાગ્યે પુણે પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02298 પુણે - અમદાવાદ સ્પેશ્યલ 15 માર્ચ 2021 થી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે પુણેથી રાત્રે 21:35 વાગ્યે ચાલીને સવારે 06:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન વસઇ રોડ અને લોનાવાલા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 02297 નું બુકિંગ 15 માર્ચ, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.
SD/GP/JD
(Release ID: 1704627)
Visitor Counter : 92