માહિતી અને પ્રસારણ મંત્રાલય

આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે નડિયાદ ખાતે ચિત્ર પ્રદર્શનનું થશે ઉદ્ધાટન


આઝાદીના સંઘર્ષથી લઇને વિકસિત રાષ્ટ્રની ઉપલબ્ધિઓને પ્રદર્શીત કરતું ચિત્ર પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે

Posted On: 13 MAR 2021 6:28PM by PIB Ahmedabad

 12મી માર્ચે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી દાંડીયાત્રાનો શુભારંભ કરાવતાની સાથે દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ, ઇન્ડિયા@75ની ઉજવણીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જે ઉજવણીના ભાગરૂપે દેશભરમાં આવનાર 75 સપ્તાહ સુધી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થનાર છે. જેના અનુસંધાને ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો(ROB) અમદાવાદ અને ગુજરાત સરકારના ગાંધીનગર માહિતી ખાતાના સહયોગથી ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદ શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં યોજાનાર પ્રદર્શનનું તારીખ 14-03-2021ને રવિવારના રોજ 12.30 કલાકે ખેડાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ઉદધાટન કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા, પીઆઇબી અને આરઓબીના  એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયા, ખેડા જિલ્લાના કલેક્ટરશ્રી આઇ. કે. પટેલ તેમજ અન્ય વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાહેર જનતા માટે પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવશે. આઝાદીના 75 વર્ષ વિષયને લઇને તૈયાર કરેલા ચિત્ર પ્રદર્શનમાં આઝાદી માટેના સંધર્ષના મુખ્ય સીમાચિન્હો જેવાંકે અસહકારનું આંદોલન, સવિનય કાનુનભંગ, દાંડીકૂચ, ભારત છોડો આંદોલન વગેરે આઝાદીની ચળવળો તેમજ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવાં આઝાદીના ચળવળમાં ભાગલેનાર અને દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન દેનાર સ્વાતંત્ર સેનાનીઓ, રાષ્ટ્રિય નેતાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યાં છે. ચિત્ર પ્રદર્શન 14 માર્ચ બપોરે 12.30 કલાકથી સાંજના 6.00 કલાક સુધી અને ત્યારબાદ તારીખ  15 અને 16 ના રોજ સવારે 10.00 થી સાંજના 06.00 કલાક સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લુ રાખવામાં આવશે. પ્રદર્શન નિહાળવા તેમજ આઝાદીના અમૃત મહોત્સવમાં સામેલ થવા જાહેર જનતાને આમંત્રણ છે.

SD/GP/JD



(Release ID: 1704609) Visitor Counter : 166