Prime Minister's Office

પ્રધાનમંત્રીએ ચોથા વૈશ્વિક આર્યુવેદ ઉત્સવને સંબોધિત કર્યો


આર્યુવેદિક ચીજ-વસ્તુઓ માટે વૈશ્વિક માંગમાં સતત વધારો થઇ રહ્યો છેઃ પ્રધાનમંત્રી

વિશ્વવ્યાપી સુખાકારી અંગે વૈશ્વિક પરિષદનું આહ્વાન કર્યુ

આર્યુવેદ વિશ્વને સરકારના સંપૂર્ણ સહકારની ખાતરી આપી

Posted On: 13 MAR 2021 3:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમ થકી ચોથા વૈશ્વિક આર્યુવેદ ઉત્સવને સંબોધિત કર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આર્યુવેદમાં વધી રહેલી વૈશ્વિક અભિરૂચિની નોંધ લીધી હતી અને સમગ્ર વિશ્વમાં જે લોકો આર્યુવેદ ઉપર કામગીરી કરી રહ્યાં છે તેમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આર્યુવેદને યથાર્થ રીતે સંપૂર્ણ મનુષ્ય વિજ્ઞાન તરીકે વર્ણવવામાં આવ્યું છે. છોડથી લઇને તમારી થાળી સુધી, શારીરિક શક્તિથી માનસિક સુખાકારીની બાબતો સુધી, આર્યુવેદ અને પરંપરાગત દવાઓની અસર અને પ્રભાવ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે."

કોવિડ-19 મહામારીના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આર્યુવેદિક ચીજ-વસ્તુઓ માટેની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,"વર્તમાન પરિસ્થિતિ આર્યુવેદ માટે યોગ્ય સમય રજૂ કરે છે અને પરંપરાગત દવાઓ વૈશ્વિક સ્તરે વધુને વધુ લોકપ્રિય બની રહી છે. તેના પ્રત્યે લોકોની અભિરૂચી વધી રહી છે. વિશ્વ જોઇ રહ્યું છે કે કેવી રીતે આધુનિક અને પરંપરાગત એમ બન્ને પ્રકારની દવાઓ વધુને વધુ સુખાકારી માટે મહત્ત્વપૂર્ણ છે. લોકો આર્યુવેદના ફાયદાઓ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં તેની ભૂમિકાનો પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવી રહ્યાં છે."

ભારતમાં સ્વાસ્થ્ય પર્યટન અંગે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પર્યટનના મૂળ હાર્દમાં - બિમારીનો ઇલાજ અને વધુ સુખાકારીનો સિદ્ધાંત છે. આથી, સ્વાસ્થ્ય પર્યટનનો સૌથી મજબૂત આધાર આર્યુવેદ અને પરંપરાગત ઔષધીઓ છે. તેમણે ઉપસ્થિત માનવસમૂહને માનસિક તણાવ દૂર કરવા અને ઉપચાર માટે ભારતની શાશ્વત સંસ્કૃતિનો લાભ ઉઠાવવા આહ્વાહન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ આમંત્રણ આપતાં કહ્યું હતું કે,"તમે તમારા શરીરની સારવાર કરવા ઇચ્છતાં હોવ કે તમારા મનને શાંત કરવા ઇચ્છતાં હોવ, ભારત પધારો.”

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AHYM.jpg

 પ્રધાનમંત્રીએ પારંપારિક દવાઓની સાથે સાથે પરંપરાગત દવાઓની સમન્વયમાંથી ઊભી થયેલી આર્યુવેદની લોકપ્રિયતા અને તકોનો લાભ ઉઠાવવા અપીલ કરી હતી. યુવાનો વ્યાપક શ્રેણીમાં ઉપલબ્ધ આર્યુવેદ ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે અને પુરાવા-આધારિત તબીબી વિજ્ઞાનની સાથે આર્યુવેદને એકિકૃત કરવા વધી રહેલી સજાગતા જેવી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ શિક્ષણવિદોને આર્યુવેદ અને દવાના પરંપરાગત સ્વરૂપો ઉપર વધુ ઊંડાણપૂર્ણ સંશોધન હાથ ધરવા આહ્વાહન કર્યુ હતું. તેમણે ઉપચારના આપણાં પરંપરાગત સ્વરૂપોને વૈશ્વિક સ્તરે સમજાય તેવી ભાષામાં રજૂ કરવા બદલ યુવાનોની પણ પ્રશંસા કરી હતી.

સરકાર વતી પ્રધાનમંત્રીએ આર્યુવેદ વિશ્વને સંપૂર્ણ સહાયતાનું આશ્વાસન પૂરું પાડ્યું હતું. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે સુલભ કિંમતોએ આયુષ સેવાઓના માધ્યમ થકી આયુષ તબીબી સેવાઓને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય આયુષ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તે શૈક્ષણિક વ્યવસ્થાને મજબૂત બનાવવા અને આર્યુવેદ, સિદ્ધ ઉનાની અને હોમિયોપેથી દવાઓની ગુણવતા નિયંત્રણના અમલની કામગીરી હાથ ધરવા પણ કાર્યરત છે. વધુમાં તે કાચા સામગ્રીની ટકાઉ ઉપલબ્ધી પણ સુનિશ્ચિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ગુણવત્તા નિયંત્રણ માટે વિવિધ પગલાંઓ પણ હાથ ધરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આર્યુવેદ અને દવાઓની અન્ય ભારતીય વ્યવસ્થાઓ માટે આપણી નીતિ વિશ્વ આરોગ્ય સંગઠનની પરંપરાગત તબીબી રણનીતિ 2014-2023 સાથે પહેલેથી અનુરૂપ છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતમાં પરંપરાગત દવાઓ માટે વૈશ્વિક કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે."

આર્યુવેદન અને પરંપરાગત દવાઓ અંગે અભ્યાસ કરવા માટે વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ ભારત આવી રહ્યાં હોવાની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વવ્યાપી સુખાકારી અંગે વિચાર કરવાનો આ આદર્શ સમય છે. તેમણે સૂચન કર્યુ હતું કે આ પૃષ્ઠભૂમિ ઉપર કદાત વૈશ્વિક પરિષદનું પણ આયોજન કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ આર્યુવેદ સંબંધીત ખાનપાનની ચીજ-વસ્તુઓ અને આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી આહારની ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રોએ 2023ના આંતરરાષ્ટ્રીય બરછટ અનાજનું વર્ષ જાહેર કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ બરછટ અનાજના લાભો સંબંધે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું પણ આહ્વાહન કર્યુ હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002A3VW.jpg

 

પ્રધાનમંત્રીએ આર્યુવેદમાં આપણી સિદ્ધીઓને નવી ઊંચાઇઓ પર લઇ જવાનું આહ્વાહન કર્યું હતું. તેમને પોતાના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, "આર્યુવેદને એક એવી શક્તિના સ્વરૂપમાં સામે લાવો, જે વિશ્વને ભારતની ધરતી ઉપર લાવતી હોય." તેમણે આર્યુવેદનના માધ્યમથી ભારતીય યુવાનોની સમૃદ્ધિ માટે પણ મનોકામના કરી હતી.

SD/GP/JD

 



(Release ID: 1704572) Visitor Counter : 139