વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

એપીઇડીએ અને જીએઆઇસીએ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ગુજરાતમાં એક્ષ્પોર્ટર્સ કોન્ક્લેવનું આયોજન કર્યું

Posted On: 13 MAR 2021 3:10PM by PIB Ahmedabad

ગાંધીનગર/મુંબઈ, 13 માર્ચ

ભારતની આઝાદીના 75 વર્ષની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્ષ્પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એપીઇડીએ)એ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (જીએઆઇસી) સાથે જોડાણમાં એક એક્ષ્પોર્ટર્સ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/11OHN1.jpg

આ કોન્ક્લેવમાં ગુજરાતની નિકાસ સંભવિતતા તથા એપીઇડીએ અને રાજ્ય સરકારની નાણાકીય સહાયની યોજના પર ચર્ચા થઈ હતી.

કોન્ક્લેવનું ઉદ્ઘાટન જીએઆઇસીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કે એસ રંધાવાએ કર્યું હતું. એમાં એપીઇડીએના રિજનલ હેડ અને ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી આર રવિન્દ્રએ ભારતમાંથી કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવામાં એપીઇડીએની ભૂમિકા વિગતવાર રજૂ કરી હતી.

કોન્ક્લેવ દરમિયાન એક ટેકનિકલ સત્રનું પણ આયોજન થયું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/1069AQ.jpg

એડિશનલ જનરલ મેનેજર શ્રી અભય જૈને ગુજરાતમાં કૃષિ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જીએઆઇસી દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ સમજાવી હતી. એપીઇડીએના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી પ્રશાંત વાઘમારેએ એપીઇડીએની નાણાકીય સહાય યોજનાઓ અને કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા સત્તામંડળ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પર વિસ્તૃત રજૂઆત કરી હતી.

ટેકનિકલ સેશન પછી ગુજરાતમાંથી કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ ચર્ચા કરવા માટે નિકાસકારો માટે એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન થયું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન વર્ષ 2022ના સ્વતંત્રતા દિવસના 75 અઠવાડિયા અગાઉ શરૂ થયું છે, જે વર્ષ 2023ના સ્વતંત્રતા દિવસ સુધી ચાલશે. આ કાર્યક્રમ 12 માર્ચ, 2021 (દાંડીકૂચની જયંતિ)થી શરૂ થયું છે, જે 25 દિવસ સુધી ચાલશે અને 5 એપ્રિલ, 2021ના રોજ (દાંડીકૂચ પૂર્ણ થવાના દિવસે) સંપન્ન થશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કર્યું હતું. આ મહોત્સવને દેશભરમાં જનઆંદોલન સ્વરૂપે ઉજવવામાં આવશે. એપીઇડીએ મહોત્સવના સમયગાળા દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે.

SD/GP/JD



(Release ID: 1704567) Visitor Counter : 103