સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 12 MAR 2021 3:36PM by PIB Ahmedabad

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટ માસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 23-03-2021ના રોજ સવારે 11.00 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજિસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદો તારીખ 18-03-2021 સુધીમાં ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 18-03-2021 પછી આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમજ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.

SD/GP/JD



(Release ID: 1704345) Visitor Counter : 125