સંરક્ષણ મંત્રાલય

મેજર જનરલ કપૂરે ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના નેશનલ કેડેટ્સ કોરના અધિક મહાનિદેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

Posted On: 01 MAR 2021 4:45PM by PIB Ahmedabad

મેજર જનરલ અરવિંદ કપૂરે ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના નેશનલ કેડેટ કોર (NCC) ના અધિક મહાનિદેશક તરીકે 01 માર્ચ 2021ના રોજથી કાર્યભાર સંભાળ્યો છે. તેમણે મેજર જનરલ રોય જોસેફ પાસેથી આ કાર્યભાર સંભાળ્યો છે જેમણે વિશિષ્ટ સેવાના આડત્રીસ વર્ષ પૂરાં કર્યા પછી સેવા નિવૃત્ત થયા છે.

આર્મ્ડ કોર ઓફિસર મેજર જનરલ કપૂર ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી અને દહેરાદૂન સ્થિત ભારતીય મિલિટરી એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અભ્યાસમાં અનુસ્નાતક થયેલા છે.

જનરલ ઓફિસર અલગ અલગ પ્રદેશોમાં સેવા આપવાનો બહોળો અને વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે. તેમણે NCCમાં અમદાવાદ ખાતે ગ્રૂપ કમાન્ડર તરીકે પણ સેવા આપી છે. જનરલ ઓફિસરની નિયુક્તિ કોર હેડક્વાર્ટરમાં અતિ ઉંચાઇ ધરાવતા પ્રદેશમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે થઇ હતી, બાદમાં ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં ADG તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી.  

જનરલ ઓફિસરે સૂચનાઓના તમામ મહત્વપૂર્ણ અભ્યાસક્રમોમાં ભાગ લીધો છે, તેમાંથી કેટલાક નોંધનીયમાં વેલિંગ્ટન ખાતે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ, મહુ ખાતે ઉચ્ચ સંરક્ષણ ઓરિએન્ટેશન અભ્યાસક્રમ અને સિંકદરાબાદ ખાતે વરિષ્ઠ સંરક્ષણ વ્યવસ્થાપન અભ્યાસક્રમ પણ સામેલ છે.



(Release ID: 1701708) Visitor Counter : 122