કાયદો અને ન્યાય મંત્રાલય

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની 2 દિવસીય કોન્ફરન્સનો આજે સમાપન સમારોહ યોજાયો


કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે કોવિડ 19 દરમ્યાન 20 હજાર અપીલોનું નિરાકરણ કરવા બદલ ટ્રિબ્યુનલને અભિનંદન આપ્યા

અદ્યતન ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ભવન માટે ગુજરાત સરકારે જમીન આપી દીધી છે અને હવે એક મોડેલ ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ભવન બનશેઃ કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ

Posted On: 28 FEB 2021 7:05PM by PIB Ahmedabad

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની 2 દિવસીય કોન્ફરન્સના આજે બીજા દિવસે  સમાપન સમારોહ યોજાયો હતો. ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ના ચેરમેન  અને જસ્ટિસ પી પી ભટ્ટની અધ્યક્ષતામાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી.  


 


 આજના મુખ્ય વક્તા કેન્દ્રીય કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે વર્ચ્યુઅલી ઉદબોધન કરી જણાવ્યું કે  80 વર્ષ જૂની આ સંસ્થા છે અને તેનું 80મુ સંમેલન યોજાયું તે શુભેચ્છાને પાત્ર છે. એમણે આઇટીએટીને ભારતનું ખૂબ જ અગત્યનું અંગ ગણાવ્યું અને દેશની આર્થિક ગતિવિધિને વધુ વેગ આપવા  આઇટીએટીમાં ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે માટે તેમણે ખાસ માર્ગદર્શન આપ્યું.  વિડિઓ કોન્ફરન્સ અને ઈ-ફાઇલિંગના માધ્યમથી લોકોની સુવિધા વધારી શકાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ  સાથે જ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમની અપીલો અને નિરાકારણોને આઇટી  માધ્યમથી નિકાલ કરવા માટે સલાહ સૂચનો કર્યા.
 


કોવિડ  19 દરમ્યાન 20 હજાર અપીલનું નિરાકરણ કરવા બદલ તેમણે આ  ટ્રિબ્યુનલને અભિનંદન આપ્યા.  વધુમાં તેઓએ જ્યારથી કોર્ટ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં  76 લાખ અપીલોનું નિરાકરણ લાવી લોકોને ન્યાય અપાવ્યો તેને પણ એક સિદ્ધિ ગણાવી. ઇન્કમટેક્ષ એપેલેટ ટ્રિબ્યુનલ સંસ્થાના તમામ અધિકારીઓને ખાસ બિરદાવ્યા અને જણાવ્યું કે ગુજરાતમાં પણ હવે અદ્યતન ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ભવન બને તે માટે ગુજરાતમાં જમીન સંપાદન કરવામાં આવી છે.  તેમણે કહ્યું હતું કે  ગુજરાત સરકારે આ ભવન માટે જમીન આપી દીધી છે અને હવે એક મોડેલ ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ભવન બનશે. 
કાયદા મંત્રીએ તેમના પ્રવચન દરમ્યાન આજે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિએ અપીલ ફાઈલ કરવા જાતે ના આવવું પડે અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઈ ફાઇલિંગ કરી શકે તથા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ હિઅરીંગ થાય અને  ટેકનોલોજીનો ઉપયોગ થાય એ પ્રકારની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો.
આજે બીજા દિવસે  આ કોન્ફરન્સની સેશનના ચેરમેન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી સંજીવ ખન્ના હતા.  તેઓએ આજના  ત્રણ મુખ્ય  સ્પીકરોનો  પરિચય આપ્યો હતો. જેમાં પહેલા વકતા  ડો. અમર મહેતા કેનેડાના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને લેખક છે, તેઓએ આંતર રાષ્ટ્રીય કર માળખા પર ઉદભવતા વિવાદો પર ચર્ચા કરી. બીજા વક્તા સુશ્રી કવિતા પાંડે, પ્રિન્સિપલ સીઆઈટીએ જનરલ એન્ટી  એવિડન્સ રુલ પર તેમના વિચારો રજુ  કર્યા તથા ત્રીજા વક્તા શ્રી એમ.એસ.સાયલીએ આંતરરાષ્ટ્રીય ટેક્ષ મલ્ટીલેટરલ  ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર જાગરૂકતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.

 
આજના આ સમાપન સમારોહમાં ભારતભરમાંથી આવેલા લગભગ 250 જેટલા ટેક્ષ પ્રેક્ટિશનર્સ,ચાર્ટર એકાઉન્ટન્ટસ,ટેક્ષ કન્સલ્ટન્ટસ, ધારાશાસ્ત્રીઓ અને ટેક્ષ હિતધારકો  ઉપસ્થિત રહ્યા હતા

 



(Release ID: 1701552) Visitor Counter : 89